થેલેસેમીયા પીડીત બાળકોના લાભાર્થે અનેક પ્રવૃત્તિઓ કરતી વિવેકાનંદ યુથ કલબ દ્વારા આ વર્ષ  થેલેસેમીયા નાબુદ વર્ષ તરીકે ઉજવાશે: કલબના કાર્યકરો અબતકની શુભેચ્છા મુલાકાતે

સમગ્ર વિશ્ર્વમાં થેલેસેમીયાના દીન તરીકે ઉજવાય છે. થેલેસેમીયાએ લોહીનો વાસરાગત અને અસાઘ્ય તેમજ અતિ ખર્ચાળ, પીડા દાયક જાનલેવા રોગ છે. આ રોગ માતા-પિતાની અજાણતા રહી ગયેલી અજ્ઞાનતા તેમજ લગ્ન પહેલા ન કરાવેલા થેલેસેમીયા ટેસ્ટના હિસાબે બાળકોમાં જોવા મળે છે. જેથી બાળકો આ રોગ સાથે જ જન્મે છે. થેલેસેમીયા પીડીત બાળકોને જીવનભર દર મહીને બે થી ચાર વાર લોહી ચડાવવું પડે છે. મોંધી દવાઓ લેવી પડે છે. ઇન્જેકશનો લેવા પડે છે. જે સારવારનો ખર્ચ દર મહીને ‚ા ૮ હજાર થી ૧૦ હજાર જેટલો થાય છે. આટલી સારવાર કરાવવા છતાં પણ દર્દીઓને કમનસીબે બચાવી શકાતા નથી. થેલેસેમીયાના બે પ્રકારના છે.

થેલેસેમીયા માઇનોર અને થેલેસેમીયા મેજર જો માતા-પિતા બંન્નેને થેલેસેમીયા માઇનોર હોય તો જ બાળકોને થેલેસેમીયા મેજર રોગ થવાની પુરેપુરી શકયતા રહેલી છે. રકતદાન પ્રવૃત્તિ જ આ થેલેસેમીયા પીડીત બાળકોના જીવનદીપને પ્રજવલીત રાખી શકે છે. થેલેસેમીયામાં શરીરમાં પુરતુ હિમોગ્બોબીન બનતું નથી જેથી એનીમીયા થાય છે. જેનાથી માનસીક બીમારી લીવરની બીમારી, સ્પલીન, હ્રદયની તકલીફ અને શરીરનો વિકાસ થતો નથી. હજુ પણ પુરતી જાણકારી ના અભાવને કારણે તેમજ લગ્નોત્સુક યુવક-યુવતિઓ લગ્ન પહેલા થેલેસેમીયા ટેસ્ટ ન કરાવતા હોવાના હજારો થેલેસેમીયા પીડીત બાળકો ભારતમાં જન્મ લે છે. સમગ્ર ગુજરાતમાં આશરે ૧૦,૦૦૦ બાળકો થેલેસેમીયા ગ્રસ્ય છે. કમનસીબે પુરતી જાગૃત્તિના અભાવે નવા બાળકો હજુ જન્મતા જ જાય છે.

એક થેલેસેમીયાના પીડીત બાળકને પોતાની મર્યાદીત જીંદગી દરમીયાન લગભગ ૫૦ થી ૬૦ હજરા ટીકડીઓ પ થી ૬ હજાર ઇન્જેકશન તેમજ ૭૦૦ જેટલી બોટલ લોહીની ચડાવવી પડતી હોય છે. થેલેસેમીયા દિન નીમીતે વિવેકાનંદ યુથ કલબના કાર્યકરો અબતકની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા.

વિવેકાનંવ યુથ કલબ દ્વારા શહેરના તમામ થેલેસેમીયા પીડીત બાળકો માટે અનેકવિધ સેવાકીય, સાંસ્કૃતિક, મનોરંજન પ્રવૃત્તિઓ સતત કરવામાં આવે છે. જેના ભાગરુપે આ બાળકોને લોહીની આપુર્ત દવા, સહાય શીક્ષણ સહાય વિવિધ દાતાઓના સહયોગથી અપાય છે. અત્યાર સુધીમાં ૧૫ લાખ થી વધુ રકમના માતબર ખર્ચે સૌરાષ્ટ્રના ૩૨૦ જેટલા બાળકોને નવી સાયકલ ભેટ અપાઇ છે.

ગત વર્ષે રાજકોટમાં ૩૦ જેટલા નવા થેલેસેમીયા બાળકોએ જન્મ લીધો જેથું એક માત્ર કારણ સમાજમાં પુરતી જાગૃતિનો અભાવ છે. જયારે અમદાવાદમાં સારી એવી જાગૃતિ ફેલાઇ હોવાથી માત્ર ૩૪ બાળકો નવા જન્મયા છે.

થેલેસેમીયા ડે નીમીતે વિવેકાનંદ યુથ કલબ દ્વારા આ વર્ષ થેલેસેમીયા નાબુદી વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત થઇ છે જેના અંતર્ગત સંસ્થા દ્વારા સમગ્ર વર્ષ દરમીયાન વિવિધ સંસ્થાઓના સથવારે ૧૧૦૦ યુનીટ રકત વિવિધ કેમ્પો યોજાશે એકત્ર કરાશે. હજારો પત્રિકાઓનું વિતરણ કરાશે. પોસ્ટર લગાડાશે. મેડીક ચેક અપ કેમ્પ કરાશે. બ્લડ ટ્રાન્સફયુઝનની કાયમી વ્યવસ્થા સુલભ બને તેવા પ્રયાસો કરાશે.

આ મુલાકાત દરમ્યાન અનુપમ દોશી, મિત્તલ ખેતાણી, ડો. રવિ ધાનાણી, ભાસ્કરભાઇ પારેખ, દિનેશભાઇ ગોવાણી, હસુભાઇ શાહ, પરિમલભાઇ જોશી, હેમતભાઇ ભટ્ટી, ભનુભાઇ રાજયગુરુ, પ્રદીપભાઇ જાની, હરેશભાઇ પરમાર અને રાહુલ મલસાતર ઉ૫સ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.