કાર્યકરો અયોઘ્યા પહોંચે તે પહેલા જ ધરપકડ કરી લેવામાં આવી હતી: જોર જુલ્મ સહન કરી પરત ફરતા રાજકોટમાં કરાયું હતું સ્વાગત
આજકાલનો નહિ પણ બલકે સદીઓથી ચાલતા આવતા રામ જન્મ ભૂમિ બાબરી મસ્જીદનો વિવાદનો આજે સુપ્રીમ કોર્ટે ફેસલો આપી દીધો છે. ત્યારે ભુતકાળમાં ડોકીયું કરીએ તો આ વિવાદનો પાયો ઇ.સ. ૧૫૨૮માં નખાયો હતો એવું માનવામાં આવે છે કે મોગલ સમ્રાટ બાબતે રામ મંદીર તોડી મસ્જીદ બનાવી હતી.
ઉલ્લેખનીય છે કે ૬ ડીસેમ્બર ૧૯૯૨ની સવારે ૧૦.૩૦ કલાકે લાખોની સંખ્યામાં કારસેવકો અયોઘ્યા પહોંચી ગયા હતા. ત્યારે રાજકોટમાંથી પણ ૬ ડીસેમ્બર ૧૯૯૦ અને ત્યારબાદ બે વર્ષ પછી ૧૯૯૨ માં ૪૦૦ થી વધુ કાર સેવકો પહોંચી ગયા હતા. જેમાં મુખ્ય ચીમનભાઇ શુકલ, ઉમેશભાઇ રાજયગુરુ, મનીષ રાડીયા, ગીરીશભાઇ ભટ્ટ, પ્રફુલભાઇ દોશી, પ્રકાશ ટાપરે,પૃથ્વીસિંહ જાડેજા, રમેશ વાઘેલા, નરેન્દ્રસિંહ ઠાકુર, હસુભાઇ દવે સહીત બે મુસ્લીમ અગ્રણી હબીબચાચા (જુમણી): હબીબભાઇ સુમરા (મુછક) પણ જોડાયા હતા. ત્યારબાદ ઝાંસીમા પહોચતા લગભગ તમામ કારસેવકોની ઝાંસીમાં ધરપકડ થઇ ગઇ હતી. જેમાં અન્ય લોકો ઝાંસીમાં પ્રોવેન્સીયલ આર્મ્ડ કોન્સ્ટેબ્યુલરીની ખતરનાક બેરીકેડની નજર ચુકવી કમલેશ જોશીપુરા, કલ્પક ત્રિવેદી, ભરત રામાનુજ, પંકજ જાની, પૃથ્વીસિંહ જાડેજા, નલીન જોશી, બીપીન ખીરા અને દિવ્યાંગ ભટ્ટ ઝાંસીથી રાતના લખનૌ પહોચ્યા હતા.
લખનોથી ખતરામાં ચાલતા ચાલતા મણીહાપુર થઇ અને સરયુના કિનારે અયોઘ્યા સવારે ૩ વાગે પહોંચી ગયા હતા. ત્યારે મણીહાપુર રહેવાસી મહારાજ કોંગ્રેસી સાંસદના ધર્મપત્નીએ કારસેવકોને ઘરે બોલાવીને જમાડયા હતા. સવારે સરયુ નદીના કિનારે જબરદસ્ત ફાયરીંગ થયું જયાં કોઠારી બંધુઓ શહિદ થયા અને મુલાયમસિંહની સરકાર દ્વારા કાર સેવકો પર ભયંકર દહન કરવામાં આવ્યું હતું.
જો કે તેમાં રાજકોટના મિત્રો બચી ગયા હતા અને ફૈઝારબાદ રેલવેના અવાવરુ કવાટર્સમાં ધાસ પાથરી પાંચ દિવસ ગુંજાયા હતા. તે સમયે પોલીસને ઘ્યાન આવી જતાં પોલીસે જ રેલવે માફરત પરત રાજકોટ પહોચાડયા હતા.
આ ઉપરાંત અયોઘ્યા કારસેવામાં ગયેલા રાજકોટની પ્રથમ ભુર્ગભ ટુકડીના ૧ર જેટલા કારસેવકો જેલવાસ અને લાઠીચાર્જનો ભોગ બની પરત આવતા તેઓનું નીલકંઠ સિનેમા પાસે સ્વાગત કરવામાં આવ્યું હતું.