દર વર્ષે ૧૪ જૂનના રોજ વિશ્ર્વભરમાં રકતદાતા દિવસ તરીકે ઉજવવામા આવે છે. વિશ્ર્વ રકતદાતા દિવસ દૂનિયાભરનાં સ્વૈચ્છિક રકતદાતાઓ પ્રત્યે આભાર વ્યકત કરવા ઉજવવામાં આવે છે રાજકોટમાં અનેક વિસ્તારમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. ત્યારે વ્હોરા સમાજના યુવાનો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ તકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, બાંધકામ સમિતિ ચેરમેન અબતક સાથેની વાતચીત દરમિયાન બીગ યુનાઈટેડ એનજીઓના ઈબ્રાહીમ સોનીએ જણાવ્યું હતુ કે બ્લડ ડોનેશન ડે નિમિતે અમારી સંસ્થા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અમે લોકડાઉનમાં પણ અવાર નવાર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરતા હતા. થેલેસેમીયાગ્રસ્ત લોકોને લોહીની જરૂરત જણાતા અમે કેમ્પ યોજતા હતા અમે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરીને કેમ્પ યોજયો છે.
અબતક સાથેની વાતચિત દરમિયાન મનિષભાઈ રાડિયાએ જણાવ્યું હતુ કે બીગ યુનાઈટેડ અને પુરૂષાર્થ યુવા મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પમાં અંદાજે ૪૦ થી વધુ બ્લડ એકત્રીત કરવામાં આવ્યું છે. લોહી તે ભગવાન સિવાય કોઈ બનાવી શકતું નથી માનવ જીવનની ખૂબ મોટી સેવા જીવન બચાવવાની આ યુવાનો દ્વારા કરવામાં આવી છે.