હોસ્પિટલમાં મોડીરાત્રે ઓકિસજન ખુટી પડતા સર્જાઈ અફરાતફરી, દર્દીનાં સગાઓએ પોતાની રીતે ઓકિસજનના બાટલા શોધી હોસ્પિટલે આપ્યા 

કોરોનાની મહામારીમાં પ્રાણવાયુ મોકાણ સર્જી રહ્યો છે. રાજકોટ શહેરમાં પ્રાણવાયુની અછતને પગલે એક ખાનગી હોસ્પિટલમાં 4થી વધુ દર્દીઓનાં મોત નિપજયા હોવાના આક્ષેપ ઉઠ્યા છે. જોકે હોસ્પિટલમાં મોડી રાત્રે ઓકિસજન ખૂટી ગયા હોવાની જાણ થતા દર્દીઓનાં સગાઓએ પોતાની રીતે ઓકિસજનના બાટલા શોધી હોસ્પિટલને આપી દીધા હતા છતા આ કરૂણ ઘટના બનવા પામી હતી.

કોરોના વાયરસને કારણે છવાયેલી વૈશ્ર્વિક મહામારીમાં વિશ્ર્વઆખુ હતપ્રત થઈ ચૂકયું છે. એમાંપ ણ ભારતની સ્થિતિ દિન પ્રતિદિન વધુ ભયંકર બનતી જઈ રહી છે દેશમાં કોરોના દરરોજ નવો વિક્રમ સર્જીરહ્યો છે પરિસ્થિતિને કાબુમાં લેવા હવે, સરકાર સ્થાનિક તંત્રના હાથમાં પણ ન રહ્યું હોય તેમ ચોતરફ સ્થિતિ વિકટ બની છે. એક તરફ કોરોનાનો ધમાસાણ થમી નથી રહ્યો તો બીજી તરફ હોસ્પિટલોમાં પ્રાણવાયુની ઘટ ઉભી થતા દર્દીઓનાં ‘પ્રાણ’ જઈ રહ્યા છે. ગંભીર અસરવાળા દર્દીઓને કોરોનામાંથી બેઠા કરવા કુત્રિમ પ્રાણવાયું જ એક માત્ર ઉપાય છે. વધતી જતી દર્દીઓની સંખ્યા સામે પ્રાણવાયુનો પુરવઠો ‘ઓછો’ સાબિત થઈ રહ્યો છે. આ ઉણપને કારણે દરરોજ સેંકડો દર્દીઓ જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે રાજકોટની વધુ એક હોસ્પિટલમાં આજરોજ સવારે ચારથી વધુ દર્દીઓના ‘પ્રાણ’ પ્રાણવાયુંએ હરી લીધા છે. શહેરની કુંદન હોસ્પિટલમાં આ દુ:ખદ ઘટના બની.

DSC 0221

ગાયત્રીનગર મેઈન રોડ પર આવેલી કુંદન હોસ્પિટલમાં ચારથી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓનાં મોત નિપજતા હોસ્પિટલ સ્ટાફ ઉપરાંત તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ઘટનાની મળતી વિગત મુજબ મોડીરાત્રે આ હોસ્પિટલમાં ઓકિસજન ખૂટી પડયો હતો. જેની જાણ દર્દીનાં સગાઓને કરવામાં આવી હતી તેથી તેઓએ દોડધામ કરીને ઓકિસજનના બાટલાનો મેળ કર્યો હતો. બાદમાં દર્દીનાં સગાઓએ હોસ્પિટલને બાટલા આપ્યા હતા બાદમાં હોસ્પિટલે આ બાટલા ઉપયોગમાં લેવાયા હતા. તેમ છતા હોસ્પિટલમાં ઓકિસજનના અભાવે ચારથી વધુ દર્દીનાં મોત નિપજયા હોવાના દર્દીઓનાં સગાઓએ આક્ષેપ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ ચોપડે બનાવમાં 4ના મોત : બે દર્દીના સગાઓ ફરિયાદ નોંધાવવા તૈયાર

DSC 0219

આ બનાવ અંગે પોલીસ ચોપડે ચારના મોત નિપજ્યા હોવાનું દર્શાવાયું છે. જેમાં રસિલાબેન, અભીભાઈ, જયંતીભાઈ અને વિનુભાઈ નામના દર્દીઓનો સમાવેશ થાય છે. જો કે હોસ્પિટલ દ્વારા માત્ર બે દર્દીના મોત થયા હોવાનું જ જાહેર કરવામાં આવ્યું છે. આમ હોસ્પિટલ દ્વારા બનાવનો ઢાંકપીછોડો કરવાના પુરા પ્રયાસ કરવામાં આવ્યા છે. પણ પાપ છાપરે પોકારીને બોલ્યું છે. વધુમાં મળતી માહિતી અનુસાર બે દર્દીના સગાઓએ હોસ્પિટલ સામે બેદરકારી બદલ ફરિયાદ નોંધાવવાની પણ તૈયારી દર્શાવી છે.

રાત્રે હોસ્પિટલમાં તાળા મારી દીધા ’તા, એક પણ ડોકટર રાઉન્ડમાં  આવ્યા ન હતા : દર્દીઓના સગાનો આક્ષેપ

દર્દીઓના સગાઓએ આક્ષેપ કર્યો હતો કે રાતે હોસ્પિટલમાં ઓક્સિજનની ઘટ સર્જાઈ હોવાની તેઓને જાણ કરવામાં આવી હતી. બાદમાં ઘણા લોકોએ દોડધામ કરી ઓક્સિજનનો મેળ કર્યો હતો પણ હોસ્પિટલમાં તાળા મારી દીધા હોય દોઢ કલાક સુધી તાળા ખોલવામાં પણ આવ્યા ન હતા. ઓક્સિજનનો બાટલો જે હોસ્પિટલને આપ્યો તે દર્દીઓને ચડાવવામાં પણ નહોતો આવ્યો. એક પણ ડોકટર રાત્રે રાઉન્ડમાં પણ આવ્યા ન હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.