વિકાસના એન્જિનને વેગ આપવા રેલવે સજ્જ
રેલવેની સુવિધા વધારવા વધુ ૧૨ ટ્રેનો શરૂ કરાશે
ભારતનું સૌથી વધુ રોજગારી આપતું માધ્યમ રેલવે પરિવહનનું મુખ્ય માધ્યમ માનવામાં આવે છે. જેમાં હજુ વધુ રોજગારીની તકો અંગે જાહેરાત કરતા રેલવે મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે, ૨૦૨૧ સુધીમાં રેલવે વધુ ૪ લાખ લોકોને નોકરીની તકો આપશે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, સરકારે આર્થિક પછાત વર્ગ માટે ૧૦ ટકા અનામત કવોટાની જે જાહેરાત કરી છે તેના અંતર્ગત ટૂંક સમયમાં જ રેલવેમાં ભરતી કરવામાં આવશે.
દિલ્હી ખાતે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા પિયુષ ગોયલે કહ્યું હતું કે, રેલવે ૧૫ લાખ કર્મચારીઓની ક્ષમતા ધરાવે છે. જેમાં હાલ ૧૨.૨૩ લાખ કર્મચારીઓ હાલ કાર્યરત છે અને હજુ ૨.૮૨ લાખ પોસ્ટ ખાલી છે. ત્યારે આવનારા બે વર્ષોમાં વધુ ૨.૮૨ લાખ લોકોને નોકરીની તકો આપવામાં આવશે.
ગત વર્ષે રેલવે ભરતીમાં ૧.૫૧ લાખ પોસ્ટ માટેની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે આવનારા બે વર્ષમાં ૯૯ હજાર વેકેન્સી ભરવામાં આવી શકે છે. સરકારની રિઝર્વેશન પોલીસી અંતર્ગત ૨૦૧૯ સુધીમાં રેલવેનો ૧.૩૧ લાખ ફ્રેશ રિક્રુટમેન્ટ કરવાનો લક્ષ્યાંક છે. ૧૦ ટકા કવોટા અર્ંતગત એસસી/એસટી અને પછાત વર્ગો માટે ૧૯૭૧૫, ૯૮૫૭, ૩૫૪૮૫ સીટો રીઝર્વ રાખવામાં આવશે.
આ કોન્ફરન્સમાં પિયુષ ગોયલે ભારત માટે વધુ ૧૨ ટ્રેનોની સુવિધા શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી. ગતિમાન એકસ્પ્રેશને ઝાંસી સુધી લઈ જવાની સુવિધાની સફળતાને ધ્યાનમાં લઈ આ નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત ઓર્કેલા-કોરાપુટ એકસ્પ્રેસને પણ જગદલપુર સુધી લંબાવાઈ તો જયપુર-કમખીયા એકસ્પ્રેશને ઉદયપુર સુધી લંબાવવામાં આવી. આ ઉપરાંત બ્રાન્દ્રા-પટના સહિતની કેટલીક ટ્રેનોની સુવિધાને અન્ય સ્ટેશનો સુધી લંબાવવામાં આવી હતી. આ વર્ષે રેલવેએ અકસ્માતો અટકાવવાને લઈને પણ કેટલાક નિર્ણયો લીધા છે અને આ વર્ષે રેલવે વિકાસના એન્જીનને વેગ આપવા તૈયાર છે. તેમણે ઉમેર્યું કે, રેલવેની સુવિધા વધારવાની સાથે માળખાગત સુવિધા અને ભંડોળ પણ રેલવે વિકાસ માટે સરકાર દ્વારા આપવામાં આવશે.