સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ખાટલા ખુટ્યા
સુરેન્દ્રનગર જિલ્લામાં રોગચાળો વકર્યો છે. ત્યારે હાલ જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે. ત્યારે હજુ પણ જિલ્લામાં વરસાદી પાણી નો નિકાલ થયો નથી.અને વળી પાછી ભૂગર્ભ ગટર પણ જિલ્લાના શેરીઓ ખાચાઓમાં છલકાઈ રહી છે. ત્યારે ભૂગર્ભ ગટરના ખરાબ પાણીન ભરાવવા ના કારણે મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે.
જિલ્લા માં વરસાદી પાણીના ભરાવવાના કારણે જિલ્લાના દવાખાનાઓ પર લોકો નો ઘસારો જોવા મળી રહો છે.ત્યારે જિલ્લાના ઘેર ઘેર માંદગીના ખાટલાઓ જોવા મળી રહા છે. ત્યારે ખાસ કરી જિલ્લાના અનેક વિસ્તારોમાં અને છેવાળાના વિસ્તારમાં વરસાદ બાદ પણ હજુ વરસાદી પાણીનો ભરાવો રોડ ઉપર થયો છે. જેના કારણે મચ્છર જન્ય જિલ્લામાં રોગ ચાળો ફાટી નીકળ્યો છે.
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા માં વધતા ડેંગ્યુના કેસોના કારણે સતત વધારો થઈ રહો છે.ત્યારે જિલ્લાની તમામ હોસ્પિટલમાં ડેંગ્યુના કેસો નોંધાઇ રહા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની તમામ હોસ્પિટલ હાલ ડેંગ્યુ અને અન્ય રોગોના દર્દીઓના કારણે પેક થઈ ગઈ છે. ત્યારે હાલ એક પણ ખાટલો જિલ્લાની હોસ્પિટલોમાં ખાલી નથી.
ત્યારે ગઈ કાલે ડેંગ્યુના પગલે સુરેન્દ્રનગર જિલ્લાની મહિલા એ જીવ ગુમાવીયો છે. ત્યારે જિલ્લામાં અત્યાર સુધીમાં ડેંગ્યુના કારણે ૬ જિંદગી મોતમાં હોમાઈ છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ડેંગ્યુના હજુ પણ કેસોમાં વધારો થઈ રહ્યો છે.
ત્યારે ગઈ કાલે જિલ્લાના ૨૧૦૦થી વધુ લોકો ને ડેંગ્યુ ની અસર છે. અને હાલ સારવાર લાઇ રહા છે.ત્યારે આગામી સમય માં ડેંગ્યુ ના કેસોમાં વધારોન થાય તે માટે સતત તંત્ર હરકત માં આવીયું છે….
સુરેન્દ્રનગરમાં ડેંગ્યુ ના પગલે ૧૫ દિવસમાં ત્રીજું મોત : જિલ્લામાં ડેંગ્યુના કારણે મૃતક આંક ૬ એ પહોંચયો…
સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ડેંગ્યુના કેસો વધી રહા છે.અને જિલ્લાના મચ્છરનો ઉઅપદ્રવ પણ વધ્યો છે.ત્યારે જિલ્લામાં હાલ તેવહારો નજીક આવી રહા છે.અને દવાખાનાઓમાં પણ ખૂબ માંદગીઓના ખાટલાઓ નઝરે પડી રહા છે.
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા માં ડેંગ્યુ એ માથું ઉંચકિયું છે.ત્યારે જિલ્લામાં ડેંગ્યુના પગલે ૬ મોત નિપજ્યા છે. અને છેલ્લા ૧૫ દિવસમાં જ ત્રણ લોકો ને ડેંગ્યુ ભરખી ગયો છે. ત્યારે હજુ પણ જિલ્લામાં ૨૧૦૦ ડેંગ્યુના કેસો છે.