ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા ડિવિઝનવાઈઝ તેમજ ડેપોવાઈઝ સૌથી વધુ નફાકારક રૂટની પસંદગી કરી તે રૂટ પર વધુ નવી મીડી બસ દોડાવવા માટે આયોજન ઘડાયું છે. જે અંતર્ગત રાજકોટ ડિવિઝનમાં રાજકોટથી નાના રૂટ સૌથી વધુ નફાકારક રૂટ હોય આ રૂટ પર આગામી દિવસોમાં વધુ નવી 35 મીની બસ મુકવામાં આવનાર છે.
રાજકોટ એસ.ટી ડિવિઝનના વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ ઉનાળુ વેકેશન ચાલી રહ્યું હોય જેને લઈ મુસાફરોનો ઘસારો પણ વધુ જોવા મળી રહ્યો છે ત્યારે ડિવિઝન દ્વારા થોડા જ દિવસોમાં 35 જેટલી મીની બસો દોડવામાં આવશે. આ તમામ બસો ગોંડલ, મોરબી, સુરેન્દ્રનગર, વાંકાનેર, જસદણ, ધોરાજી સહિતના નાના રૂટ પર નવી નક્કોર 35 મીની બસો દોડશે. આ બસ અતિ આધુનિક અને મુસાફરોને મુશ્કેલી ના પડે તે રીતે દોડવામાં આવશે.