કોરોનાનું વધતું સંક્ર્મણ પુરા દેશ માટે એક ખતરો બની રહ્યો છે. આ ખતરાનો નાશ કરવા સરકારથી માંડી સામાન્ય નાગરિક સુધી બધા પોત-પોતાની રીતે સાવચેતી સાથે લડાઈ લડી રહ્યા છે. આ મહામારીને અટકાવ સરકારે ઘણા અઘરા ફેંસલા કર્યા છે. તેમાંથી એક ફેંસલો હતો તિહાડ જેલના કેદીઓને સંક્ર્મણથી બચાવવા ઇમરજન્સી પેરોલ આપવી. ઇમરજન્સી પેરોલ આપવા પાછળ મહત્વનું કારણ એ હતું કે, જો જેલમાં એક વાર આ સંક્ર્મણ ફેલાય ગયું તો ત્યાં કેદીઓની સંખ્યા બહોળા પ્રમાણમાં છે, તેથી તેને રોકવો અઘરો પડે. ‘પાણી પેલા પાડ બાંધવા’ વારી કેહવત મુજબ આ ફેંશલો લેવામાં આવ્યો હતો.
ઇમરજન્સી પેરોલ પર મુક્ત કરવામાં આવેલા કેદીઓને એક સમય મર્યાદા આપવામાં આવી હતી, જે મુદત પુરી થતા પેહલા જેલમાં હાજર થવાનું હતું. કોરોના દરમિયાન, અલગ અલગ કેસોમાં દોષિત 1184 કેદીઓને ઇમરજન્સી પેરોલ આપી હતી. પેરોલની મુદત પુરી થતા 1072 કેદીઓએ આત્મસમર્પણ કર્યું. જયારે 112 કેદીઓ પાછા આવ્યા નથી. આ સાથે 5556 કેદીઓને પણ કોરોના દરમિયાન જામીન આપવામાં આવ્યા હતા. જેમાંથી 2200 કેદીઓ સમયગાળો પૂર્ણ થતા પાછા ફર્યા છે, જયારે 3300 કેદીઓ હજી સુધી પાછા ફર્યા નથી.
તિહાડ જેલમાંથી પેરોલ પર છૂટેલા 3412 કેદીઓ ગુમ છે. તિહાડ જેલ પ્રશાસને આ કેદીઓની સૂચિ દિલ્હી પોલીસને સોંપી છે. દિલ્હી પોલીસ તેમની શોધ કરી રહી છે.