રાજકોટના ૧૬ સેન્ટરો ઉપર પરીક્ષા યોજવા આજે કેન્દ્ર સંચાલકો સુપરવાઈઝરો સાથે મીટીંગ: બપોર બાદ સુજલામ-સુફલામ અંગે બેઠક
આઈએએસ, આઈપીએસ બનવા માંગતા રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ૩૭૮૧ ઉમેદવારો આગામી તા.૩ જૂને યોજાનારી યુપીએસસીની પરીક્ષામાં પોતાનું નશીબ અજમાવશે. યુપીએસસી પરીક્ષાને લઈ આજે જિલ્લા કલેકટર કચેરીમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
જાણવા મળતી વિગતો મુજબ આગામી તા.૩ જૂનના રોજ રાજકોટ ખાતે યુપીએસસીની પરીક્ષા યોજાનાર છે. જેમાં કુલ ૧૬ કેન્દ્રો પર રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ૩૭૮૧ ઉમેદવારો પરીક્ષા આપશે. આ પરીક્ષાની તૈયારીને લઈ આજરોજ જિલ્લા કલેકટર કચેરીમાં કેન્દ્ર સંચાલકો, સુપરવાઈઝરો સાથે મહત્વપૂર્ણ મીટીંગ પણ યોજવામાં આવી છે.
દરમિયાન બપોરબાદ જિલ્લા કલેકટર કચેરીમાં સુજલામ-સુફલામ યોજનાના સમાપન અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાનાર છે અને સુજલામ સુફલામ યોજનાની સમાપન વિધિ ગોંડલ તાલુકાના રાણસીકી ગામે રાજયમંત્રી જયદ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં યોજાશે જે અંગેની મીટીંગમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com