Abtak Media Google News
  • રાજકોટ શહેર અને ગ્રામ્યના 25 જેટલાં પીએસઆઈનું લિસ્ટમાં નામ હોવાની પ્રબળ સંભાવના

રાજ્યના 300થી વધુ પીએસઆઈને પીઆઈ તરીકે બઢતી આપવા માટે તખ્ત તૈયાર કરી લેવામાં આવ્યો હોય તેવું વિશ્વસનીય સૂત્રો જણાવી રહ્યા છે. રાજ્યના 200 જેટલાં પોલીસ સ્ટેશનને અપગ્રેડ કરવાની દરખાસ્તને જયારે મંજૂરીની મહોર લાગી ગઈ છે ત્યારે એકબાજુ હવે 200થી વધુ પીઆઈની જગ્યા ઉભી થતી હોય અને બીજી બાજુ 2013 સુધીની બેચના પીએસઆઈની બઢતી અને બદલીનો તખ્ત તૈયાર કરી લેવામાં આવ્યો છે તેવું જાણવા મળી રહ્યું છે.

રાજય સરકાર દ્રારા પોલીસ દળના 300 જેટલાં ફોજદાર (પીએસઆઈ)ને પોલીસ ઈન્સ્પેકટરના પ્રમોશન આપવાનો નિર્ણય લેવાયો છે. સિલેકટ થયેલા તમામ પીએસઆઈના વર્તમાન કિલયરન્સ પૂછાયા છે. રાજકોટના વર્તમાન અને પૂર્વ મળી 30થી વધુ પીએસઆઈનો પણ પ્રમોશન લિસ્ટમાં સમાવેશ કરાયો છે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. 300 પૈકી જેઓની સામે કેસ કે ખાતાકીય તપાસ ચાલતી હશે તો તેમના પ્રમોશન અટકશે તેવું પણ સૂત્રો જણાવી રહ્યા છે.

ગૃહ વિભાગ દ્રારા પોલીસ દળના બિન હથિયારધારી વર્ગ3માં સમાવિષ્ટ્ર પીએસઆઈને વર્ગ2માં પીઆઇ તરીકે સમાવવાનો બઢતી આપવાનો નિર્ણય લેવાયો છે. જેમાં ખાતાકીય બઢતી પસંદગીની બેઠકમાં ફોજદારની નોકરીનો સમય તેમજ જે ખાતાકીય પરિક્ષા આપીને પોલીસમેનથી પીએસઆઈ સુધી પહોંચ્યા છે તેમનો સમાવેશ થયો છે. રાજયના પોલીસ કમિશનરેટ એરિયા તથા જિલ્લ લ્લાઓમાં ફરજ બજાવતા આવા પીએસઆઈ પૈકી 300 કર્મચારીઓને પસદં કરાયા છે તેવું માહિતી સામે આવી છે.

પ્રાપ્ત વિગત અનુસાર બઢતીમાં વર્ષ 2013 સુધીની બેચમાં હોય તેવા ફોજદારના ખંભે વધુ એક સ્ટારનો ઉમેરો કરીને પીઆઈનું પ્રમોશન આપવામાં આવશે.

બઢતીમાં રાજકોટ શહેરમાં ફરજ બજાવતા પીએસઆઈના નામ તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ ડી. સી સાકરીયા, પી એલ ધામા, થોરાળા પોલીસ સ્ટેશનના જે એમ પરમાર, આજીડેમના અમરદીપસિંહ પરમાર, પી એચ નાઈ, પેરોલ ફર્લોના બી યુ ઝાલા, પી જી રોહડીયા, જનકસિંહ રાણા, પરેશભાઈ નાઈ સહિતના પીએસઆઈને પ્રમોશન આપવામાં આવશે તેવું પોલીસ બેડામાં ચર્ચાઈ રહ્યું છે.

જયારે રાજકોટ ગ્રામ્યમાં ફરજ બજાવતા રેન્જ આઈજી રીડર શાખાના પીએસઆઈ એચ બી ધાંધલિયા, એલઆઈબીના એસ જે રાણા, મેટોડાના કુલદીપસિંહ ગોહિલ, શાપર પોલીસ સ્ટેશનના આર કે ગોહિલ, એમ એચ યાદવ, એમ ઝાલા, જયદીપસિંહ ઝાલા સહિતના ફોજદારનું પ્રમોશન આવી શકે છે.

ઉપરાંત રાજકોટમાં હાલ ફરજ બજાવતા કે અગાઉ ફરજ બજાવી ચૂકેલા ધાધલ મુળુભા, ધાખડા પ્રવિણભાઈ, અરવિંદસિંહ જાડેજા, શુકલા જયપ્રકાશભાઈ, અશોકભાઈ ગીડા, રાણા મુળરાજસિંહ, હેરભા હરેશભાઈ, પટેલ હિરલબેન, પરમાર ચંદ્રસિંહ, ગંગાનીયા ફરીદાબહેન તેમજ રાજકોટ રૂરલના ઝાલા મહિપાલ સિંહ, કનારા વલ્લભભાઇ, યાદવ મહેશકુમાર, રાદડીયા સંદિપકુમાર, બડવા દિલીપકુમાર, કોઠીયા વિપુલકુમારનો સમાવેશ થાય છે.

  • ઉપરાંત રાજકોટ ગ્રામ્ય, જામનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલીમાં ફરજ બજાવતા પીએસઆઈના પણ પ્રમોશનની યાદીમાં નામ છે.
  • રાજકોટ શહેરના એલઆરડી જવાનથી લઇ પીઆઈ સુધીની આંતરિક બદલીનો ઘાણવો ઉતારશે પો. કમિશ્નર ઝા

રાજકોટ શહેરમાં અગ્નિકાંડની ગોઝારી ઘટના બાદ તાત્કાલિક અસરથી તત્કાલિન પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવને વેઇટિંગ ફોર પોસ્ટિંગમાં મૂકી દેવાયા બાદ બ્રજેશ ઝાને રાજકોટ શહેર પોલીસ કમિશ્નર તરીકે નિયુક્તિ આપવામાં આવી છે. ત્યારે હવે ચૂંટણી સહીતની પ્રક્રિયાઓ પૂર્ણ થઇ ગયા બાદ લાંબો સમયથી બદલીની રાહ જોતા પોલીસ કર્મચારીઓની બદલીનો ઘાણવો ટૂંક સમયમાં ઉતરી શકે છે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. શહેરમાં ફરજ બજાવતા 200થી વધુ કર્મચારીઓની આંતરિક બદલીનો ઘણાવો ઉતરી શકે છે. બદલીમાં એલઆરડી જવાનથી માંડી પીઆઈ સુધીના અધિકારીઓનો સમાવેશ કરી લેવામાં આવશે તેવું જાણકારો કહી રહ્યા છે. લીથો તબક્કાવાર જાહેર કરવામાં આવશે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.