નિરંકારી સતગુરૂ દ્વારા પ્રોજેકટ અમૃતનો શુભારંભ કરાયો
જામનગર , આઝાદી ના 75માં અમૃત મહોત્સવ ના તત્વાવધાન માં સદગુરુ માતા સુદીક્ષા જી મહારાજ તથા નિરંકારી રાજપિતા જી ના પાવન કરકમળ દ્વારા ે સવારે 8 વાગ્યે અમૃત પરિયોજના અંતર્ગત સ્વચ્છ જળ, સ્વચ્છ મન નો શુભારંભ થયો. આ સાથે જ સદગુરુ માતા જી ના પાવન આશીર્વાદ થી આ પરિયોજના આખા ભારતવર્ષ ના 1100 થી પણ વધુ સ્થળો ના 730 શહેરો, 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માં વિશાળ રૂપ માં એક સાથે આયોજિત કરવામાં આવી.
બાબા હરદેવ સિંહ જી ની શિક્ષાઓ થી પ્રેરણા લઇ સંત નિરંકારી મિશન દ્વારા નિરંકારી સદગુરુ માતા સુદીક્ષા જી મહારાજ ના દિવ્ય નિર્દેશન માં અમૃત પરિયોજના નું આયોજન થયું.
આ પરિયોજના નો શુભારંભ કરતા સદગુરુ માતા સુદીક્ષા જી મહારાજ એ જળ ની મહત્તા પર પ્રકાશ પાડતા ફરમાવ્યું કે પરમાત્મા એ આપણને આ જે અમૃત રૂપી જળ આપ્યું છે તો આપણા દરેક નો કર્તવ્ય બને છે કે આપણે દરેક તેની એવી જ રીતે સાચવણી પણ કરીએ. સ્વચ્છ જળ ની સાથે-સાથે જ મન નું પણ સ્વચ્છ હોવું અત્યંત જરૂરી છે કારણકે આ ભાવ સાથે જ આપણે સંતો વાળું જીવન જીવતા દરેક માટે પરોપકાર નું જ કાર્ય કરીએ છીએ.
સંત નિરંકારી મિશન દ્વારા સવારે 9:00 વાગ્યે ચલાવવામાં આવેલું સ્વચ્છતા અભિયાન માં ,દાહોદ થી પધારેલ મહાત્મા રવી ગદરિયા જી તથા સંયોજક મનહરલાલ રાજપાલ ની સાથે ત્રણ સો નિરંકારી ભક્ત સમર્પણ, ભક્તિ અને સેવા નો ભાવ રાખી ઉત્સાહિત બાલાચડી કિનારે ની આસપાસ જામેલા કીચડ, લીલ, પ્લાસ્ટિક કચરો વગેરે હટાવી કિનારાઓ ને ચમકાવ્યા હતા.
કાર્યક્રમ ની સુભેછા મુલાકાત પર પધારેલ વોર્ડ ન 3 ના કોરોપરેટર સુભાષ ભાઈ જોશી એ મિશન ની પ્રશંસા કરી અને સાથે જ નિરંકારી સદગુરુ માતા જી નો હ્રદય થી આભાર વ્યક્ત કરતા કહ્યું કે મિશન એ જળ સંકટ થી બચાવ માટે જળ સંરક્ષણ તથા જળ સ્ત્રોતો ની સ્વચ્છતા જેવી આ કલ્યાણકારી પરિયોજનાઓ ને ક્રિયાન્વિત રૂપ આપ્યું છે જે નિશ્ચિત જ સમાજ ના ઉત્થાન માટે એક મહત્વપૂર્ણ પગલું છે.
સંત નિરંકારી મિશન સમયે સમયે આવી જ અનેક પરિયોજનાઓ માં સક્રિય રીતે સમાવિષ્ટ રહ્યું છે જેમાં વિશેષત: પર્યાવરણ સંરક્ષણ માટે વનનેસ વન પરિયોજના અને આ ઉપરાંત જળ સંરક્ષણ માટે અમૃત પ્રોજેક્ટ પ્રમુખ છે.