સરકારે વિવિધ દવાઓનું શોર્ટલિસિ્ંટગ કર્યું: ડોલો, ફેબીફલૂ સહિતની દવાઓનો થયો સમાવેશ
સરકાર હાલ મહત્વપૂર્ણ રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે અને કોઈ પણ ગેરરીતિ આચરવામાં ન આવે તે વાતને ગંભીરતાથી લેવામાં આવી રહ્યું છે ત્યારે સરકારે 300 જેટલી દવાઓને શોર્ટલિસ્ટ કરી ક્યુઆર કોડ હેઠળ આવરી લેવામાં આવી છે. જે દવાનો યોગ્ય રીતે અને નિષ્પક્ષ રીતે તેનું ટ્રેસિંગ થઈ શકે. જે દવા નો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં ડોલો, સેરીડોન તથા ફેબીફલૂ નો પણ સમાવેશ થયો છે.
બીજી તરફ જે દવાઓ અને ક્યુઆર કોડ માં આવરી લેવા માટે ચયન કરવામાં આવ્યું છે તે દવાઓ તેમના વાર્ષિક ટર્નઓવર ના આંકડાને ધ્યાને લઇ કરવામાં આવ્યું છે. આ તમામ દવાઓ ઉપર યોગ્ય નિયમો ની પણ અમલવારી કરવામાં આવશે અને તેના માટે ડ્રાફ્ટ નોટીફીકેશન પણ તૈયાર કરાશે. તો બીજી તરફ એક નાના દવા બનાવતી યુનિટો કે જેમની દવાઓ આ લિસ્ટમાં આવરી લેવામાં આવી છે તેમના માટે ખૂબ જ અઘરું સાબિત થશે કારણ કે તેઓએ ક્યુઆર કોડ કરવા માટે વધુ મહેનત અને વધુ રૂપિયા ખર્ચવા પડશે. કાર આ કાર્ય વર્ષ 2011માં જ શરૂ કરવા માંગતું હતું પરંતુ કોઇપણ કારણોસર તે સિસ્ટમ ની અમલવારી શક્ય થઈ ન હતી.
હાલ જે દવાઓને આ લિસ્ટમાં સામેલ કરવામાં આવી છે તેમાં એ તમામ દવાઓ છે કે જે લોકો માટે ખૂબ જ જરૂરી અને ઉપયોગી છે અને આ કરવા બાદ હવે જે દવાઓ ના કાળા બજાર થતાં હતા તે પણ નહીં થાય ત્યારે સરકાર દ્વારા લેવામાં આવેલું આ પગલું ખૂબ જ આવકાર્ય અને આવકારદાયક છે.