સુરેન્દ્રનગર શહેર સહિત ઝાલાવાડ પંથકમાં ચાલુ વર્ષે કાળઝાળ ગરમી પડી રહી છે. તેના કારણે સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાં છેલ્લા 10 દિવસમાં 300થી વધુ કેસ નોંધાયા છે. આ આંકડો એકજ હોસ્પિટલનો છે. ખાનગી સહિતની અન્ય હોસ્પિટલોમાં દર્દીઓનો આંકડો ચિંતાજનક હોવાનું જાણવા મળે છે.
શહેરમાં શુક્રવારે 43:1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જે ગુરૃવાર કરતા 0.7 ડિગ્રી ઓછુ હતું. તેમ છતા આકાશમાંથી અગનગોળા ફેકતા હોય તેવો આકાશે તાપ પડી રહ્યો છે. નોંધનિય છેકે, ગયા વર્ષે 26 એપ્રિલ 2021નાં રોજ 43.3 ડિગ્રી સાથે હોટેસ્ટ દિવસ હતો. કાળઝાળ ગરમીને કારણે સનસ્ટ્રોક, ઝાડા-ઉલ્ટીનાં કેસો વધી રહ્યા છે. સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાં છેલ્લા 10 દિવસમાં 300થી વધુ કેસ નોંધાયા છે.
આ આંકડો એકજ હોસ્પિટલનો છે. અન્ય હોસ્પિટલોમાં પણ ઝાડા-ઉલ્ટી, ચક્કર આવવા, પેટમાં દુ:ખાવો જેવી ફરિયાદો સાથેના કેસ નોંધાયા હોવાનું જાણવા મળે છે.