જિલ્લામાં મોટાભાગના તાલુકાઓમાં વરસાદ નોંધાયો: નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી પર સવાલ

સુરેન્દ્રનગર જિલ્લા માં છેલ્લા ત્રણ દિવસ થી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાવા પામ્યો છે જ્યારે ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ત્રણ દિવસથી રાત્રિના સમયગાળા દરમિયાન ધોધમાર વરસાદ વરસતો થવા પામ્યો છે ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા વઢવાણ થાન મૂળી સાયલા જેવા અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ગઇકાલે મોડી રાત્રે વરસાદ વરસવા પામ્યો છે

સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ત્રણ દિવસથી અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસવા પામ્યો છે ત્યારે ગઇકાલે મોડી રાત્રે સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો માંડીને શહેરી વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસવા પામ્યો છે ત્યારે ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ લીમડી સાયલા ના અનેક ગામોમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસવા આવતા ખેડૂતોમાં પણ એક પ્રકારે આનંદનો માહોલ સર્જાઈ જવા પામ્યો છે..

ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના સુરેન્દ્રનગર જિલ્લા માં ગઇકાલે રસાંજે ૬ વાગ્યાના અરસામાં ધોધમાર વરસાદ વરસતા ફક્ત એક જ કલાકમાં જિલ્લા માં અડધા ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસવા પામ્યો છે ત્યારે એક પ્રકારે ખેડૂતો પણ આનંદનો માહોલ સર્જાઈ જવા પામ્યો છે બીજી તરફ વઢવાણ વીજ વિભાગની પ્રિમોન્સુન કામગીરી અત્યંત નિષ્ફળ નીવડી હોય તેવું સ્પષ્ટ રીતે વર્તાઈ રહ્યું છે અને બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લા માં વરસાદ બાદ આઠ કલાક સુધી લાઈટો બન્ધ રહેવા થવા પામી છે. ત્યારે વઢવાણ વાસીઓ પણ એક પ્રકારે વીજ વિભાગની કામગીરી ઉપર અનેક પ્રકારના સવાલો ઉભા કર્યા છે..

ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદ ના પગલે જિલ્લાના અનેક રસ્તાઓ ઉપર પાણી ભરાઇ જવા પામ્યા છે ત્યારે બીજી તરફ વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના નગરપાલિકા પ્રિમોનસુનની કામગીરીમાં સતત નિષ્ફળ નીવડી છે ત્યારે ખાસ કરી વરસાદની શરૂઆત દરમિયાન જ જીલ્લામાં વીજ પુરવઠા તંત્ર પણ ખોરવાઈ જવા પામ્યો હતો. અને જિલ્લામાં રાત્રિ દરમિયાન છ કલાક સુધી લાઈટો બંધ રહેવા પામી હતી ત્યારે બીજી તરફ વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં કરોડો રૂપિયા ના ખર્ચે બનાવવામાં આવેલ રિવરફ્રન્ટ ઉપર વરસાદી પાણીનો નિકાલ નહીં હોવાના કારણે વરસાદી પાણીનો ભરાવો જોવા મળ્યો હતો..

સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા ભોગાવો નદીના કાંઠે લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ રિવરફ્રન્ટમાં પાણી ભરાયના દ્રશ્યો જોવા મળ્યા હતા. અને લાખો રૃપિયા જાણે પાણીમાં ગયા હોય તેવું શહેરમાં ચર્ચાએ જોર પકડયું છે. પાણી ભરાતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો જ્યારે બીજી બાજુ સુરેન્દ્રનગર શહેરમાં પણ અડધા ઇંચ વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાયાં દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારે નગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરી ઉપર પણ અનેક સવાલો ઉઠયા છે..

સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલે બપોરના સમયથી ધોધમાર વરસાદ પવન સાથે વરસવા પામ્યો હતો ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાવા પામ્યો હતો ત્યારે શહેરમાં હાઉસિંગ સોસાયટીમાં આવેલ વર્ષો જુના વૃક્ષો પડી જવા પામ્યા હતા ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના રતનપર વિસ્તારમાં પણ અનેક વૃક્ષો ધરાશાયી બન્યાં હતા ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં એક જ દિવસમાં ૨૦ થી વધુ વૃક્ષો પડી જવા પામ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલે પડેલા વરસાદ ભારે પવન સાથે વરસાદના કારણે સુરેન્દ્રનગર જિલ્લાની રાજ હોટલ પાસે આવેલ હોર્ડિંગ્સ લટકતી હાલતમાં જોવા મળ્યા હતા ત્યારે તે છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ જાતની કામગીરી નહિ કરવામાં આવતા લટકતા હોર્ડિંગ નીચેથી લોકો વાહન લઇને પસાર થઇ રહેલા જોવા મળ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.