હેમુગઢવી નાટ્યગૃહ ખાતે શ્રમયોગી સંમેલન અને ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો
ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ,શ્રમ અને રોજગાર વિભાગ,ગુજરાત રાજ્ય દ્રારા સંગઠિત ક્ષેત્રે કામ કરતાં શ્રમયોગીઓ અને તેમના આશ્રિતો માટે ધી બોમ્બે વેલ્ફેર ફંડ એક્ટ-૧૯૫૩ની કલમ-૭માં નિર્દિષ્ટ કલ્યાણકારી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવે છે અને તે અંતર્ગત બોર્ડ દ્રારા કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓની સહાયના વિતરણનો કાર્યક્રમ હેમુગઢવી નાટ્યગૃહ,ટાગોર રોડ, ખાતે યોજાયો હતો.
આ કાર્યક્રમમાં રાજકોટ અને તેની આસપાસના જિલ્લામાં આવેલ સંસ્થા/કારખાનાના લેબર વેલ્ફેર ઓફિસરો,એચઆર મેનેજરો તથા ખૂબ જ મોટી સંખ્યામાં શ્રમયોગી ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહેલ હતા. આ કાર્યક્રમમાં બોર્ડના અધ્યક્ષ સુનીલ સિંઘી, રાજકોટ મહાનગરપાલિકાના મેયર બિનાબેન આચાર્ય, ગુજરાત મ્યુનિસિપલ નાણાકીય નિગમના અધ્યક્ષ ધનસુખભાઈ ભંડેરી, લોધિકા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રેસિડેન્ટ બિપિન હદવાણી, શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના અધ્યક્ષ રમેશભાઈ ટીલાળા ઉપસ્થિત રહેલ હતા.આ કાર્યક્રમમાં .૫૬ લાખથી વધુ રકમની સહાય ૯૦૦થી વધુ શ્રમયોગીઓને આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહાનુભાવોએ પ્રસંગને અનુરૂપ આર્શિવચનો આપેલ હતા.
આ કાર્યક્રમમાં ગુજરાત શ્રમયોગી ચેરમેન સુનીલ સિંઘીએ જણાવેલ હતું કે આ બધી યોજનાઓ શ્રમયોગીઓ માટે જ છે આ યોજનાઓનો લાભ ગુજરાતમાં આવેલ દરેક સંસ્થાના શ્રમયોગીઓ લે એ માટે અમારું બોર્ડ કટિબધ્ધ છે.
આ કાર્યક્રમમાં બોર્ડના વેલ્ફેર કમિશ્નર એચ.ડી.રાહુલ તથા બોર્ડના અધિકારીઓ-કર્મચારીઓ હાજર રહ્યા હતા.
સુનીલ સિંધીયા (શ્રમ અને રોજગાર ચેરમેન)એ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે ગુજરાતના છેવાડામાં રહેલા માનવી સરકારી યોજનાના લાભાર્થી માટે શ્રમયોગી કલ્યાણ બોર્ડ ગુજરાત સરકારનું સૌથી પહેલુ બોર્ડ છે. મુખ્ય મંત્રીના સુચન મુજબ સારી યોજના દ્વારા બોર્ડને ખૂબ આગળ વધાર્યું તેમના માર્ગદર્શનથી જયારે કાર્ય શ કર્યું ત્યારે ૨૨ લાખ ફંડથી શરૂ કર્યું વિજયભાઈ પાણીના માર્ગદર્શનથી અમે લોકઉપયોગી યોજનાઓ સુચવી અને આ કાર્ય થકી અમે ૫૦ કરોડના ફંડ સુધી પહોચ્યા છીએ.
ધનસુખ ભંડેરીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે ગુજરાત રાજય શ્રમયોગી કલ્યાણ બોર્ડના ચેરમેન સુનિલ સિંધીયા ખૂબ ઉત્સાહી અને પરિણામ લક્ષી છે ખૂબ સરસ કામ કરી રહ્યા છે. ગુજરાતના સંગઠીત કામદારો શ્રમયોગી આશ્રીતો તો આજે રાજકોટ ખાતે ચેકવિતરણનો કાર્યક્રમ તથા ભારતના કે ગુજરાતના છેવાડાના માનવી સુધી બધાને લાભ મળે તેવા હેતુથી વિજયભાઈ પાણી સરકાર બધાને સાથે રાખી સૌનો સાથ સૌનો વિકાસ બધાને લાભ મળે તે માટે શ્રમયોગી કલ્યાણ બોર્ડને તથા રાજકોટના કાર્યક્રમ માટે શુભેચ્છા પાઠવી હતી.