રામવન ખુલ્લો મુકાયોને જનસેલાબ ઉમટયું: બે થી અઢી લાખ લોકો ઉમટયા: ઝુની 68 હજારથી વધુ લોકોએ મુલાકાત લેતા મનપાને રૂ. 17.66 લાખની આવક

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 47 એકર જમીનમાં રૂ. 13.77 કરોડના ખર્ચે નિર્માણ પામેલ રામવન-અર્બન ફોરેસ્ટનું લોકાર્પણ ગત તા.17/ના રોજ રાજ્યના માન.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવેલ. લોકાર્પણ બાદ તા.28  સુધી રામવનમાં નિ:શુલ્ક પ્રવેશ આપવાનો નિર્ણય કરેલ. જેના અનુસંધાને તા.18  થી તા.21  દરમ્યાન સાતમ આઠમના તહેવારોના પ્રસંગે અંદાજે 2 લાખથી વધુ લોકોએ રામવનની મુલાકાત લીધેલ. હજુ તા.28  સુધી નિ:શુલ્ક પ્રવેશ આપનાર છે.

IMG 20220822 WA0053

વિશેષમાં, રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. હાલ જન્માષ્ટમીના તહેવારોના અનુસંધાને ઝૂ ખાતે રાંધણ છઠ થી દસમ સુધીના (તા.17 થી તા.21 સુધી) પાંચ દિવસમાં કુલ 68,000 સહેલાણીઓ પધારતા રાજકોટ મહાનગરપાલિકાને રૂા.17,66,765/-ની આવક થયેલ છે.

IMG 20220822 WA0074

તહેવારોને ધ્યાને રાખી ગત શુક્રવાર જન્માષ્ટમીના દિવસે પણ ઝૂ મુલાકાતીઓ માટે શરૂ રાખવામાં આવેલ હતુ. જન્માષ્ટમીના તહેવારો દરમિયાન ઝૂ ખાતે ત્રણ માસ પહેલા જન્મ થયેલ 02 સફેદવાઘ બાળને તેની માતા સાથે મુલાકાતીઓ માટે પ્રદર્શીત કરવામાં આવેલ. આ બન્ને ખેલતા કુદતા સફેદવાઘ બાળ મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા હતા.

રામવન આગામી તા.28/08/2022 સુધી નિ:શુલ્ક પ્રવેશ આપવાનો નિર્ણય કરવામાં આવેલ હોય. શહેરીજનોને લાભ લેવા પદાધિકારીઓએ અપીલ કરેલ છે.

ઝુના મુલાકાતીઓની વિગત

11 3

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.