સપ્તાહમાં છ દિવસ અપાતું પાણી ૩૦ મિનિટને બદલે રપ મિનિટ કરાયું
જામનગર જીઆઇડીસી પ્લોટ એખ્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશન દ્વારા ઉઘોગોને કરવામાં આવતા પાણી વિતરણના સમયમાં પ મિનીટનો ઘટાડો કરવામાં આવ્યો છે. દર મહિને સરેરાશ આવતું પાણીનું રૂ પ લાખનું બીલ એકાએક રૂ ૮ લાખ આવતાં પાણી ચોરી કે અન્ય કોઇ પરિબળ કારણભૂત તેની તપાસ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.
જામનગર જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો. દ્વારા નિયમ મુજબ નળ કનેકશન લઇ પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. જે મુજબ ૯૫૦ ઔઘોગિક એકમોને સપ્તાહમાં છ દિવસ દરરોજ સરેરાશ પ લાખ લીટર નર્મદાના પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
ઔઘોગિક એકમોને અડધી કલાક પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેનું દર મહિને પાણીનું બીલ રૂ પ થી ૫.૩૦ લાખ આવતું હતું. પરંતુ પાણીનું બીલ એકાએક વધીને રૂ ૮ લાખ આવતા એટલે કે રૂ ૩ લાખ વધી જતાં આશ્ર્ચર્યની લાગણી ફેલાઇ
છે.
પાણીના બીલમાં એકાએક વધારો થતાં ઉઘોગોને કરવામાં આવતા પાણી વિતરણના સમયમાં પ મીનીટનો ધટાડો કરવામાં આવ્યો છે. એટલે કે છ દિવસ સુધી ૩૦ મીનીટને બદલે રપ મીનીટ એટલે કે પ મીનીટનો ધટાડો પાણી વિતરણ કરવાનો નિર્ણય એસો. દ્વારા કરવામાઁ આવ્યો છે. ભૂતિયા નળ જોડાણ પાણી ચોરીનીતપાસ કરવા એસોસિએશનનો નિર્ણય
જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો. દ્વારા ઉઘોગોને કરવામાં આવતા પાણી વિતરણનું બીલ એકાએક વધીને રૂ ૮ લાખ આવતા ભુતિયા નળ જોડાણ કે અન્ય કોઇ રીતે પાણી ચોરી થતી નથી તેની તપાસ માટે ઉઘોગોને કરવામાં આવતા પાણી વિતરણના સમયમાં પ મીનીટનો ધટાડો કરવામાં આવ્યો છે. આ અંગે જામનગર જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો.ને ભૂતિયા નળ જોડાણ પાણી ચોરીની તપાસ કરવા નિર્ણય કર્યો છે.