હવે ‘એર ઈન્ડિયા’ને ઉધારી પોસાતી નથી!
એર ઈન્ડિયાએ બાકીદાર સરકારી વિભાગો સામે આકરૂ વલણ અપનાવીને પઠ્ઠાણી શરૂ કરતા ટૂંકાગાળામાં ૫૦ કરોડ રૂા.ની ઉઘરાણી આવી: હજુ પણ ૨૬૮ કરોડ રૂા.ની ઉઘરાણી બાકી
આર્થિક બોજ અને વધતી જતી મુશ્કેલીઓના પગલે ઉભી થયેલી નાણાંભીડના કારણે એર ઈન્ડીયાએ પ્રથમવાર સરકારી વિભાગો અને વ્યકિતગત ખાતાકીય ધોરણે ફાળવવામાં આવતી દસેક લાખ રૂા. વધારે બાકીદારોને ટીકીટો આપવાની ના ભણી દીધી છે. એર ઈન્ડીયાની વિવિધ સરકારી સંસ્થાનો પાસે ટીકીટ ખરીદવાનો ઉઘરાણીનો આંકડો ૨૬૮ કરોડ રૂા. સુધી પહોચી ગયો હોવાનું આધારભૂત સુત્રોએ જણાવ્યું હતુ.
એર ઈન્ડીયાએ દાયકાઓથી ચાલતા સરકારી વિભાગોનાં ઉધારીના ખાતામાં પ્રથમવાર સરકારી નાદારો અને કંપનીનાં કરજદારોની યાદી પર નજર ફેરવવાનું શરૂ કર્યું છે. જેમાં કયા કયા સરકારી ખાતાઓ પાસેની પૈસા લેવાનું નિકળે છે. તેની યાદી બનાવી સરકારના વિવિધ વિભાગો જેવા કે સીબીઆઈ, આઈબી એનફોર્સમેન્ટ ડાયરેકટરો ઈડી, કસ્ટમ કમિશ્નર, કેન્દ્રીય મજૂર સંસ્થાન, ઈન્ડીયન ઓડિટ બોર્ડ ક્ધટ્રોલર ઓફ ડિફેન્સ એકાઉન્ટ અને બીએસએફ જેવી સરકારી એજન્સીઓ કે જેના ઉપર ૧૦ લાખથી વધુનું કરજ હોય તેવા વિભાગોને નજરમાં લીધી છે.
સરકારી વિભાગો અને તેની સંસ્થાનો મુસાફરી માટે એર ઈન્ડીયાની પ્રથમક પસંદગી કરે છે. જયાં એર ઈન્ડીયાની ફલાઈટો ન હોય ત્યાં જ સરકારી બાબુ બીજા વિમાની કંપનીનો ઉપયોગ કરે છે. કમનસીબીએ એરઈન્ડીયાની ઉઘરાણી ચૂકવવામાં સરકારી તંત્ર નિયમિત રહી શકતા નથી.
આર્થિક સંકડામણ અને નાણાભીડની પરિસ્થિતિ વચ્ચે ગયા મહિને એર ઈન્ડીયાના નાણાં વિભાગે પોતાની પ્રાદેશિક શાખાઓ અને કેન્દ્રોમાં સરકારી ખાતાઓની ઉઘરાણીની યાદી તૈયાર કરવાનું શરૂ કર્યું હતુ ૧૦ લાખથી વધુની બાકી રકમવાળા વિભાગોને હવે પછી રોકડાની તાકીદ કરી દીધી હતી ગયા મહિનાથી જ આવા વિભાગોને પૈસા ભરે તો જ ટીકીટ આપવાનું વલણ અપનાવ્યું હતુ
એર ઈન્ડીયાના સુત્રોએ જણાવાયું છેકે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડીયા, નાગરીક ઉડ્ડયન મંત્રાલય, લોકસભા જેવા એર ઈન્ડીયા માટે સંબંધ સાચવવા જેવા ગ્રાહકો તરીકે અલગ તારવ્યા છે. એર ઈન્ડીયાએ જણાવ્યું હતુ કે ઉઘરાણી કરવાનું કંપનીને ફળ્યું હોય તેમ ઉઘરાણી શરૂ કરતા જ છેલ્લા થોડાક અઠવાડીયામાંજ રૂા.૫૦ કરોડ જેટલી ઉઘરાણી પતાવી છે.
સરકારી સંસ્થાઓ પાસે બાકી નિકળતી રકમની લાંબા સમયથી ઉઘરાણી કરવામાં આવતી હતી પરંતુ પ્રથમ વખત જ લેણી રકમ માટે આકરૂ વલણ અપનાવ્યું હતુ સરકારી બાકીદારો પાસેથી લેણી રકમની વસુલાત માટે કંપનીએ આકરા પગલા લેવાનું શરૂ કર્યુ છે.
એર ઈન્ડીયાના પશ્ર્ચિમી વિભાગમાં બાકીદારો પાસે ૨૨.૮ કરોડ રૂા. લેવાના છે. જેમાં સૌથી મોટા કરજદાર તરીકે મુંબઈની ઓફીસ ક્ધટ્રોલર ઓફ ડિફેન્સ એકાઉન્ટ ૫.૪ કરોડ રૂા. ત્યાર પછી બીઆરઆઈટીએસ પાસે ૨.૪ કરોડ, સંસદીય ભિવાગ પાસે ૨.૨ કરોડ સીબીઆઈ અને અન્ય નામાંકિત સંસ્થાઓ પાસે ૯૫ લાખ, ઈડી પાસે ૧૨.૮ લાખ, સેન્ટ્રલ રેલવે ૩૬ લાખ વેસ્ટર્ન રેલવે ૪.૮ લાખ નાના બાકીદારોમાં મુંબઈ પોલીસ , પોલીસ કમિશ્નર અને ક્રાઈમ બ્રાંચના જેવી નાનામાં નાની યાદી પણ એર ઈન્ડીયા તૈયાર કરી છે. ગયા અઠવાડીયે એર ઈન્ડીયાએ ઉઘરાણીમાં લેબર કમિશનના રૂા. ૫૫ લાખનો ઉમેરો કર્યો છે. કેટલાક ગ્રાહકોએ તો એર ઈન્ડીયા સામે મજૂર અદાલતમાં દાવા પણ દાકલ કર્યા છે. એર ઈન્ડીયાએ આ અંગે કોઈપણ ટીપ્પણી કરવાનો ઈન્કાર કર્યો હતો.
એર ઈન્ડીયાએ સૌ પ્રથમ વાર પૈસા દેવામાં કાળજી ન રાખનાર સરકારી ખાતાઓને બાકીમાં ટીકીટો દેવાનું બંધ કરી દેતા કેટલાક વિભાગોએ આકરી ઉઘરાણીના પગલે એરઈન્ડીયાની બાકી રકમ ધીરે ધીરે ભરવાનું શરૂ કરી દીધું હતુ. કંપનીએ થોડા સમયમાં જ ૫૦ કરોડ રૂપીયાની ઉઘરાણી પતાવી દીધી છે. તેમ છતાં કંપની હજુ ૨૬૮ કરોડ રૂા જેવી જંગમ રકમ સરકાર પાસે માંગે છે.