બાલભવન ખાતે બાલમહોત્સવમાં સાંસ્કૃતિક સ્પર્ધા અંતર્ગત વેશભૂષા સ્પર્ધા યોજાઈ હતી. જેમાં મુખ્યમહેમાનપદે યુવા સાંસ્કૃતિક રમત ગમત વિભાગના વાઘેલાએ વેશભૂષા સ્પર્ધાનું દીપપ્રાગટય કરીને ઉદઘાટન કરેલ તેમજ સ્પર્ધાના નિર્ણાયક તરીકે ચેતસભાઈ ઓઝા, હિનાબેન આડેસરાએ સેવા આપેલ જેમાં ૧૪૫ જેટલા બાળકોએ ભાગ લીધેલ. જેમાં પ્રથમ નંબરે ફાતેમા એચ. હિરાણી બીજા નંબરે દર્પણ જે. કાચા, ત્રીજા નંબરે રૂત્વા સી. અકબરી ચોથા નંબરે રાજ પી. વસોયા, પાંચમા નંબરે માન્યતા એ. પરમાર, વિજેતા બનેલ વિજેતા બાળકોને મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી હેલીબેન ત્રિવેદી તેમજ મુખ્ય મહેમાનો તથા નિર્ણાયકો હસ્તે મેડલ, શીલ્ડ ઈનામ તથા પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા.
Trending
- જો..જો હોટલના રૂમમાં લગાવેલ આ વસ્તુ લાઈટ નથી પણ સ્પાય કેમેરા છે
- ભારતની એવી જગ્યાઓ જેની મુલાકાત લેવા પરવાનગી જરૂરી, જાણો કારણ
- હાડકાંમાંથી ‘કટ-કટ’નો અવાજ આવે છે..?
- સૂતા પહેલા ગોળ+ગરમ પાણીના આ નુસખાથી ગંભીર બીમારીઓ થશે છુમંતર
- શું તમે પણ કાશ્મીરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો? તો આજે જ લિસ્ટમાં સામેલ કરો આ પ્રવૃત્તિ
- ‘માવા’ લવર્સ દાંત સાફ કરવા હોઈ તો આ વાંચી લો
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!
- તમારા બાળકને મજબુત બનાવવા દરરોજ પીવડાવો આ સ્મૂધી