અલગ અલગ કેટેગરી પ્રમાણે બાળકોએ કર્યા યોગ: વિજેતાઓનું શિલ્ડ આપી બહુમાન
શહેરની આત્મીય યુનિવસીર્ટી ખાતે યુવા રન ફાઉન્ડેશન દ્વારા ગુજરાત રાજય યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી જીલ્લાના બાળકોએ ભાગ લીધો હતો.
નાના બાળકોથી લઇ યુવાનો સુધીના આ સ્પર્ધામાં પાર્ટીસીપેટ થયા હતા. જુદા જુદા ગ્રુપ બનાવવીને અલગ અલગ ઉમરના બાળકોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત ૧૦ વર્ષે થી લઇ ૧પ વર્ષ સુધીના બાળકોએ પણ ભાગ લીધો હતો અને યોગ કર્યા હતા.
આ યોગ સ્પર્ધાનો હેતુ હતો કે નાના બાળકોથી લઇ યુવાનોમાં યોગનું મહત્વ વધે અને અભ્યાસમાં આગળ વધે તે માટે નાના ગામડાઓથી લઇ જીલ્લા સુધીના સરકારી તેમજ પ્રાઇવેટ શાળાના વિઘાર્થીના વિઘાર્થીઓએ ભાગ લીધો હતો. એક હજારથી પણ વધારે બાળકો દ્વારા યોગ કરવામાં આવ્યા હતા.
આ તકે હરેશભાઇએ વધુમાં જણાવ્યું હતું કે આ સ્પર્ધામાં ૧ થી ૩ નંબર આવનાર વિઘાર્થીઓને શિલ્ડ તથા બીજા પાર્ટીશીયરને પ્રમાણપત્ર આપીને સન્માનીત કરવામાં આવશે અને રાજય કક્ષાની યોગ શીબીર કે સ્પર્ધામાં પણ મોકલવામાં આવશે વિજેતા બનેલા વિઘાર્થીઓને તમામ જરુરીયાત વસ્તુઓ પણ સંસ્થા દ્વારા પુરી પાડવામાં આવશે.