પશુપાલન ટીમ દ્વારા 7750થી વધુ પશુઓનું રસિકરણ કરાયું
સૌરાષ્ટ્રમાં લમ્પી વાયરસના હાહાકાર વચ્ચે લાંબા સમય સુધી મુક્ત રહેલો અમરેલી જિલ્લા પણ હડફેટે ચડ્યો છે અને બાબરા બાદ અમરેલી તથા લીલીયા તાલુકામાં પણ પશુઓમાં લેમ્પી વાયરસના લક્ષણો મળી આવતા પશુપાલન વિભાગની ટીમો દોડી ગઈ હતી અને રસીકરણ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.
પશુપાલન વિભાગ દ્વારા ગાયો અને બળદોમાં પ્રસરેલા આ રોગચાળાને નાથવા માટે રસીકરણ સહિતની કામગીરી શરુ કરવામાં આવી છે જેમાં અમરેલી જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારમાં અત્યાર સુધીમાં 5815 ગૌવંશ, 1937 ભેંસો મળીને કુલ 7750 પશુઓનું રસીકરણ કરાયું છે. જિલ્લામાં કુલ અસરગ્રસ્ત ગામોમાં પશુધનની સંખ્યા 13372 છે.
” અસરગ્રસ્ત ગામોમાં 13372 પશુધન, બેના મોત 7750નું રસીકરણ, પશુપાલનની ટીમોની દોડધામ રોજના સરેરાશ 50ની ગતિએ સતત વધતા કેસ આવી રહ્યા છે.
અમરેલી જિલ્લામાં બાબરા તાલુકાથી પશુઓમાં લમ્પી વાયરસના કેસો આવવાની શરુઆત થયા બાદ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે અને અત્યાર સુધીમાં 280 કેસો નોંધાયા છે. એક પછી એક વધારાના ગામોમાં પણ આ વાયરસ ફેલાઈ રહ્યો હોવાથી પશુપાલકોમાં ભારે ચિંતાનો માહોલ છે. આ અંગે અમરેલી જિલ્લા પંચાયત પશુપાલન વિભાગ દ્વારા મળતા આંકડાઓ મુજબ બાબરા તાલુકાના ઈશ્વરીયા, નાની કુંડળ, કરીયાણા, ખંભાળા, સુખપર, લાલકા, સમઢિયાળા, અમરેલી તાલુકાના ઈશ્વરીયા અને પ્રતાપપરા તેમજ લીલીયા તાલુકાના ખારા ગામે લમ્પી વાયરલ ફેલાયો છે અને તેને રોકવા માટે પશુપાલન વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં પશુઓનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે. બાબરા તાલુકાના ઈશ્વરીયમાં 95, નાની કુંડળમાં 29, કરીયાણામાં 65, લીલીયાના ખારામાં 41 ઉપરાંત તે પછીના વિસે અન્ય 50 કેસો મળીને સત્તાવાર રીતે 280 કેસો નોંધાયા છે. આ ઉપરાંત અમરેલીના ઇશ્વરીયા પ્રતાપપરા, બાબરાના સમઢિયાળા, લાલકા, સુખપુર, ખંભાળામાં પણ પશુઓમાં આ પ્રકારના લક્ષણો જાવા મળ્યા છે પણ સત્તાવાર રીતે કોઈ કેસ નોંધાયો નથી. અત્યાર સુધીમાં લમ્પી વાયરસના કારણે અમરેલી જિલ્લામાં બે પશુઓના મોત થયા છે……
સૌરાષ્ટ્રમાં લમ્પી વાયરસના હાહાકાર વચ્ચે લાંબા સમય સુધી મુક્ત રહેલો અમરેલી જિલ્લા પણ હડફેટે ચડ્યો છે અને બાબરા બાદ અમરેલી તથા લીલીયા તાલુકામાં પણ પશુઓમાં લેમ્પી વાયરસના લક્ષણો મળી આવતા પશુપાલન વિભાગની ટીમો દોડી ગઈ હતી અને રસીકરણ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.