બન્ને રાજયોની જનતા સંપૂર્ણ બહુમતી સાથે પુન: વિજય અપાવશે તેવો વિશ્ર્વાસ વ્યકત કરતા ભરત પંડયા
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રવકતા ભરત પંડયાએ મધ્યપ્રદેશ અને રાજસનની વિધાનસભાની ચુંટણીમાં ગુજરાતમાંથી ચુંટણી પ્રચાર ર્એ ગયેલ કાર્યકર્તાઓની માહિતી આપતાં જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશમાં તા.૨૮ નવેમ્બરના રોજ ચૂંટણી યોજાનાર છે. ગુજરાતનાં દક્ષિણ ઝોન અને મધ્ય ઝોનમાંથી ઉજ્જૈન સંભાગની ૨૯ વિધાનસભા અને ઈન્દોર સંભાગની ૨૧ વિધાનસભામાં આમ, કુલ ૫૦ વિધાનસભા બેઠકો પર ભાજપના ૧૨૦૦થી કાર્યકર્તાઓ ચુંટણી પ્રચાર કરવા ગયાં હતાં. મધ્યપ્રદેશની ચુંટણી ગુજરાત ભાજપ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર અને શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ કાર્યકર્તાઓનું સંકલન કર્યું હતું.
રાજસનનાં ઉદેપુર ખાતેથી માહિતી આપતાં પંડયાએ જણાવ્યું હતું કે, રાજસનમાં તા.૦૭ ડિસેમ્બરના રોજ યોજાનાર ચુંટણીમાં જોધપુર સંભાગની ૩૩ અને ઉદેપુર સંભાગની ૧૯ સીટ, આમ કુલ ૫૨ વિધાનસભામાં ગુજરાતનાં સૌરાષ્ટ્ર ઝોન અને ઉત્તર ગુજરાત ઝોન માંથી કુલ ૧૫૦૦થી વધુ કાર્યકર્તાઓ ચુંટણી પ્રચારમાં કાર્યરત છે. રાજસનની ચુંટણી પ્રચારમાં ગયેલ કાર્યકર્તાઓનું સંકલન ઉત્તર ગુજરાત માટે ગુજરાત ભાજપ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ અને પૂર્વ મંત્રી રજનીભાઈ પટેલ તેમજ સૌરાષ્ટ્ર ઝોન માટે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી સંકલન કરી રહ્યાં છે.
જયપુર ખાતે મીડિયા સેન્ટરમાં ગુજરાત મીડિયા સેલનાં ક્ધવીનર ડો. હર્ષદ પટેલ સહયોગ કરી રહ્યાં છે. સુરતનાં વિનોદ જૈન પણ ઉદેપુર સંભાગની વ્યવસમાં છે.આજે તેમની સો ડો. હેમંત ભટ્ટ, વિક્રમ જૈન, ડો. અમિત જયોતિકર પણ ઉદેપુરમાં ભાજપનાં મીડિયા વિભાગનાં કામમાં જોડાયાં હતાં.
મધ્યપ્રદેશ અને રાજસનની ચુંટણીમાં ગુજરાત માંથી દરેક જીલ્લાના મંડલના કાર્યકર્તાઓથી લઈને સંસદસભ્ય, ધારાસભ્ય, જીલ્લા સંગઠન તેમજ પ્રદેશ હોદ્દેદાર સહિત ચુંટણી પ્રચારમાં જોડાયેલાં રહ્યાં છે. બંન્ને રાજયોમાં ભાજપ પુન: જીતશે તેવું વાતાવરણ જોવાં મળ્યું હતુંઅને બંન્ને રાજયોની જનતા ભાજપને સંપૂર્ણ બહુમતી સો ભવ્ય જીત અપાવશે. તેવો વિશ્વાસ પંડયાએ વ્યક્ત કર્યો હતો.