- 1948માં રોગોના છઠ્ઠા આંતરરાષ્ટ્રીય વર્ગીકરણમાં સ્થૂળતા ઉમેરવામાં આવી હોવા છતાં આજે સાત દાયકા પછી પણ વર્ગીકરણ સંપૂર્ણપણે સ્વીકારાયું નથી, જે સામાન્ય લોકોની ગેરસમજણને દર્શાવે છે
- પૃથ્વી પર વસતી આઠમાંથી ઓછામાં ઓછી એક વ્યકિત સ્થૂળતા સાથે જીવે છે: ગત વર્ષનાં આંકડા મુજબ આ રોગ સાથે જીવતા એક અબજ લોકો છે: આ એક જટિલ દીર્ધકાલીન રોગ, જે એક કટોકટી બની છે: સ્થૂળતા ઘણા બિનસંચારી રોગો માટે જોખમ વધારે છે
આજે વિશ્વ મેદસ્વીતા દિવસ છે. ગત વર્ષ લગભગ 43 ટકા પુખ્તવયના લોકોનું વજન વધારે હતુ. આજે વિશ્વમાં દર આઠમાંથી એક વ્યકિત હવે સ્થૂળતા સાથે જીવે છે: 2022માં ઓછા વજન અને સ્થૂળતાના સૌથી વધુ સંયુકતોદરો ધરાવતા દેશો પેસિફિક અને કેરેબીયન અને મધ્ય પૂર્ણ અને ઉત્તર આફ્રિકાના ટાપુ હતા આજે બેઠાડુ જીવન સાથે બદલાયેલી જીવન શૈલી અને ખાન-પાનને કારણે આજે આ રોગે વિશ્વભરમાં કટોકટી ઉભી કરી છે. 1948માં રોગોના છઠ્ઠા આંતરરાષ્ટ્રીય વર્ગીકરણમાં સ્થૂળતા ઉમેરવામાં આવી હતી પણ આજે સાત દાયકા પછી પણ આ વર્ગીકરણ સંપૂર્ણ પણે સ્વીકારાયું નથી. જે સામાન્ય લોકોની ગેરસમજ છે. આજે વિશ્વમાં 270 કરોડ લોકો વધુ વજન વાળા કે મેદસ્વીની સમસ્યાથી પીડીત છે.
સ્થૂળતા નિવારણ અને વ્યવસ્થાપન માટે ડબલ્યુ.એસ.ઓ. નવુ માળખું ઉપલબ્ધ કરેલ છે. જે સાર્વત્રીક આરોગ્ય કવરેજ સાથે તમામવય જુથો માટે સ્થૂળતા નિવારણની સેવાઓને માર્ગદર્શીત કરે છે. સ્થૂળતાનો વૈશ્ર્વિક્ બોજ એક મુખ્ય જાહેર આરોગ્ય પડકાર છે, જે સમગ્ર વિશ્વમાં સામાજીક અને આર્થિક વિકાસને નબળા ે પાડે છે. આ માળખુ પોષણ અને માધ્ય સુરક્ષા વિભાગ દ્વારા સંકલીત આરોગ્ય સેવા, ટ્રીટમેન્ટ સાથે બિનસંચારી રોગોમાં સહાયભૂત થાય છે. ગત વર્ષે વિશ્વમાં 8માંથી એક વ્યકિત સ્થૂળતા સાથે જીવી રહ્યો હતો. 1990 પછી સતત બમણાથી વધુ ઝડપે આ સમસ્યા વકરતા હવે તો નાના બાળકો કિશોરોમાં પણ ચારગણી થઈ ગઈ છે. ગત વર્ષે 5 વર્ષથી ઓછી વયના પોણા ચાર કરોડ બાળકોનું વજન વધારે હતુ,.
સ્થુળતા કે મેદસ્વીતા એ અતિશય ચરબીનાં વધારાના કારણે થતો દિર્ઘકાલીન રોગ છે. વધુ વજન અને સ્થૂળતાનું નિદાન લોકોના વજન અને ઉંચાઈને માપીને અને બોડીમાસ ઈન્ડેકસ બી.એમ.આઈ.ની વજન ઉંચાઈની ગણતરી કરીને કરવામાં આવે છે. આ પધ્ધતિ ચરબીનું સરોગેટ માર્કેટ છે. વધારે વજન તેના 25 કરતા વધારે કે બરાબર ગણી શકાય, જયારે સ્થૂળતા 30 કરતા વધારે કે બરોબર ગણી શકાય. ગત વર્ષે 18 વર્ષથી વધુ વયના અઢી અબજ લોકો વધુ વજન ધરાવતા હતા. જેમાં 9 કરોડ પુખ્તવયના સાથે 43 ટકામાં પુરૂષો અને સ્ત્રીઓનો સમાવેશ થયો હતો.
આ રોગની મુખ્ય સમસ્યામાં ઉર્જાના સોવન (ખોરાક) અને ઉર્જોના ખર્ચ શાીરિક પ્રવૃત્તિના અસંતુલનને કારણે પરિણામે છે. આગામી 2030માંઆ સમસ્યાનું વિકરાળ સ્વરૂપ આપણી સામે આવવાનું છે. જો એ પહેલા આપણે ચેતી જઈએએજ સલામતી છે. સૌથી વધુ સમસ્યા નીચી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં સ્થૂળતાના દરમાં વધારો છે. સમસ્યાનું વૈશ્ર્વિકીકરણ કરી રહ્યું છે. જે એક સમયે માત્ર ઉચ્ચ આવક વાળા દેશો સાથે જ સંકળાયેલી હતી.
કોરોના આવ્યા બાદ છેલ્લા એક વર્ષમાં એક ગાળામાં મેદસ્વિતાના કેસોમાં બે ટકાનો વધારો જોવા મળેલ હતો. જેના કારણોમાં લોકડાઉનમાં તેની ફિઝીકલ એકિટવીટી ઓછી થઈ હતી. તો સામે આખો દિવસ ટીવી મોબાઈલ સામે રહેવાથી બાળકો મેદસ્વી થઈ ગયા હતા. હાઈકોલેસ્ટ્રોલ વાળા જંકફુડ પણ આ સમસ્યાનું મુખ્ કારણ ગણાય છે. લેન્સેટજર્નલની 20178ની સ્ટડીમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં 50 ટકા મેદસ્વી બાળકો માત્ર એશિયાના છે.
બાળકોનાં આજના યુગના ખાન-પાનને કારણે તેમના આંતરડામાં ફેટ વધારે હોય છે. તો, બાળકોનાં હૃદય પર પ્રેશર પડે છે,જેને કારણે બાળકોમાં હાર્ટ એટેકનું જોખમ રહે છે. આ ઉપરાંત તેની વિપરીત અસરોમાં ડાયાબીટીસ થવાથી મગજ, કિડની, હાડકા અને લિવરની બીમારી થઈ શકે છે. વૈજ્ઞાનિક તારણ મુજબ આ સમસ્યાની કોઈતાત્કાલીક સારવાર થઈ શકતી નથી, અને તે એક પબ્લીક હેલ્થ ક્રાઈસીસ હોવાથી તેની વૈશ્ર્વિક ચર્ચા થવી જરૂરી પ્રવર્તમાન સ્થિતિ જોવા બાળકોની મેદસ્વિતા એક મહામારી બની શકે છે.
વધુ પડતી મેદપેશી તથા આદર્શ વજન કરતાં 20 ટકા વધુ વજનને કારણે ચયાપચયીની ક્રિયામાં વિષમતા ઉભી કરતું હોવાથી તેને જાડાપણું કે સ્થૂળતા પણ કહે છે. પેટ અને પડખાંમાં મેદનો ભરાવો, જાંઘ અને બેઠક વિસ્તારના મેદના ભરાવા કરતા વધુ નુકશાન કારણ છે. આજનો દિવસ વૈશ્ર્વિક ક્રિયાઓને એકીકૃત કરવાનો દિવસ છે. આ વર્ષથી થીમ આધારીત વાર્તાલાપ કરીને સમુહ શકિતનો લાભ લેવો જોઈએ આજે વિશ્વમકાં યુનીસેફ, વિશ્વ આરોગ્ય સંસ્થા તથા વર્લ્ડ ઓબેસિટી ફેડરેશન વૈશ્ર્વિકસ્તરે બાગડોર સંભાળી રહ્યા છે.
વાસ્તવિક દુનિયામાં લાગુ ઉકેલોને પ્રોત્સાહન આપીને વધતી જતી વૈશ્ર્વિક સ્થૂળતા કટોકટક્ષનો સામનો કરવા 2020થી આ દિવસ ઉજવાય છે. જેનો મુખ્ય લોકોમાં જાગૃતિ સાથે આરોગ્યની સમજ કેળવવાનો છે. આ ઉજવણથી લોકોમાં વધુ વજન અને તેનાથી થતી ગૂંચવણોની જાગૃતિ વધે છે. આ દિવસની સ્થાપના 11 મી ઓકટોબર 2015માં કરવામાં આવી હતી, અને 2019માં આજ તારીખે પ્રથમ દિવસ ઉજવણી કર્યા બાદ 2020થી આજના દિવસે ઉજવણી થાય છે.સ્થળતા અટકાવવા માટેની ટીપ્સ ફળો, શાકભાજી, તંદુરસ્ત ચરબી અને પ્રોટીનથી ભરપૂર ખોરાક લેવો.બિન આરોગ્યપ્રદ પીણા મર્યાદિત કરવા.બેઠાડું જીવન શૈલી, ટીવી સમય અને અન્ય બેસવાનો સમય મર્યાદિત કરવોબટાકા, મીઠાઈઓ, માંસ જેવા બિન આરોગ્યપ્રદ ખોરાકને ર્માદિત કરવા.
સ્વસ્થ રહેવા માટેની ટીપ્સ
- સ્વસ્થ રહેવા માટે સરી ટેવો અને જીવન શૈલી પસંદ કરો.
- સંતુલિત આહાર, હાઈડ્રેટેડ રહેવું
- નિયમિત કસરતને પૂરતી ઉંઘ કરો
- તંદુરસ્ત વજન જાળવવું.
- દારૂને મર્યાદીત કરો અને ધ્રુમપાન ટાળો
- સારી સ્વચ્છતાનો અભ્યાસ કરવો અને બોડી માસ ઈન્ડેકસ જાળવી રાખવો.
વિશ્વમાં 2035માં દર ચાર વ્યકિત પૈકી એક સ્થૂળતાનો શિકાર?
મેદસ્વીતાની ભયંકર બીમારી આગામી વર્ષોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરશે. આજના નાના બાળકોની આહાર પધ્ધતિ જંગફૂડને કારણે ૈઆગામી વર્ષોમાં 100 ટકા વધારો જોવા મળશે 2035માં વિશ્વની દર ચાર વ્યકિત પૈકી એક સ્થૂળતાનો શિકાર હશે. આ રોગ સામે બાળકોને બચાવવા સૌથી જરૂરી હોવાથી મા-બાપે તેને પોષ્ટિક અને સંતુલીત ભોજન આપવું. જંકફૂડ અને સોફટ ડ્રિન્કથી તો દૂરજ રાખવા જરૂરી છે. બાળકોને નિયમિત ફિઝિકલ એકિટવિટી વધારો કરવો સૌથી અગત્યની બાબત છે. બાળકોને સમયસર સુવા અને ઉઠવા માટે પ્રેરિત કરો. અનાવશ્યક વસ્તુ અને ટેકનોલોજીથી દૂર રાખો.