કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદર સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં કેમ્પનો પ્રારંભ
રાજકોટ માકેટીંગ યાર્ડ ખાતે આજે કોરોના રસીકરણ કેમ્પ યોજાયો હતો. જેમાં 250થી વધુ લોકોનુ વેકિસનેશન કરાયુ હતુ. હાલ રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વેકિસનેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે 1લી એપ્રિલથી 45 વર્ષથી મોટી ઉમરના તમામ લોકોને કોરોનાની રસી અપાઇ રહી છે.
રાજયભરના મહાનગરો તેમજ ગામો ગામ રસીકરણની કામગીરીએ વેગ પકડયો છે વિવિધ સંસ્થાઓ, સંગઠનોના સથવારે રસીકરણ ઝુંબેશ ચાલી રહી છે. સામાજિક-સેવાકીય સંસ્થાઓ પોતાના સભ્યો માટે પણ કેમ્પ કરી રહી છે ત્યારે રાજકોટ બેડી યાર્ડ ખાતે આજરોજ યાર્ડ સાથે સંકળાયેલા લોકો માટે રસીકરણ કેમ્પ યોજાયો હતો.
આ કેમ્પનુ દિપ પ્રગાટ્ય કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડિયા, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદરના હસ્તે કરવામાં આવ્યુ હતુ. આ સાથે યાર્ડના ચેરમેન ડી.કે. સખીયા, યાર્ડના સતાધીશો વગેરે જોડાયા હતા.
આ રસીકરણ કેમ્પનો પ્રારંભ સવારે 11 વાગ્યે કરાયો હતો.
સાંજના પાંચેક વાગ્યા સુધી ચાલનારા આ રસીકરણ કેમ્પમાં અંદાજે 250થી વધુ લોકોએ લાભ લીધો હતો.
બેડી યાર્ડમાં કોરોના સંક્રમણ અટકે તે માટે પુરતી તકેદારી રાખવામા આવી રહી છે. તેમજ માસ્ક વગર કોઇપણ વ્યક્તિને પ્રવેશ આપવા દેવામાં આવતો નથી.