લેઉઆ પટેલ મહિલા મંડળ તથા ગાયત્રી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે કેમ્પ યોજાયો
જૂનાગઢ લેઉવા પટેલ મહિલા મંડળ તથા ગાયત્રી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે નેત્રયજ્ઞ સાથે સર્વ રોગ નિદાન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યુ હતું આ કેમ્પમાં આશરે ૨૫૦ જેટલા આખ સહિતના અલગ અલગ રોગના દર્દીઓને નિ:શુલ્ક નિદાન તેમજ સારવાર આપવામાં આવી હતી આ તકે બહોળી સંખ્યામાં જૂનાગઢના સેવાભાવી સંસ્થાના આગેવાનો અને સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહી આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા
આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર જૂનાગઢ લેઉવા પટેલ મહિલા મંડળ તથા ગાયત્રી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે ગાયત્રી શક્તિ પીઠ ખાતે ગયકાલ સવારના આઠ વાગ્યા થી બપોરના બાર વાગ્યા સુધી ૨૬૪ મો નેત્ર યજ્ઞ સાથે સર્વ રોગ નિદાન અને સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ હતું આ કેમ્પનું ઉદ્ઘાટન રાજ્ય સરકારના મંત્રી જવાહરભાઈ ચાવડા ના ધર્મ પત્ની મીતાબેન દ્વારા દીપ પ્રાગટયથી કરવામાં આવ્યુ હતું કેમ્પના મુખ્ય દાતા ગં.સ્વ. જયાબેન ગોકળભાય વઘાસીયા, હરસુખભાય વઘાસીયા, પ્રીતિબેન વઘાસીયા, રહ્યા હતા કેમ્પમાં શિવાનંદ મિશન વિરનગરના નિષ્ણાત આખના સર્જન દ્વારા નીદાન તેમજ સારવાર આપવામાં આવી હતી આ ઉપરાંત દંત રોગ માટે ડો.હેતલબેન સોવંકી હરસ, મસા, ભગંદર, ના નિષ્ણાત ડો. જયશ્રીબેન ગોહેલ એક્યુપ્રેસર નિષ્ણાત ડો. હિરેનભાય ભટ્ટ હોમીયોપેથીક નિષ્ણાંત ડો. વ્રૂદાબેન જોષી સહિતનાં નિષ્ણાંત તબીબો દ્વારા નિદાન અને સારવાર આપવામાં આવેલ ૨૫૦ જેટલા જરુરીયાત મંદ દર્દી ઓએ આ કેંમ્પનો લાભ લીધો હતો તેમજ ઉપસ્થિત તમામ દર્દી તેમજ તેમની સાથે આવેલા માટે ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી હતી કાર્યક્રમને સફળ બનાવવા માટે હરસુખભાઈ વઘાસિયા પ્રીતીબેન વઘાસીયા નાગભાઇ વાળા તેમજ સ્વયંસેવકોની મોટી ટીમે જહેમત ઉઠાવી હતી સાથે જૂનાગઢના અન્ય સેવાભાવી સંસ્થાના આગેવાનો અને સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહી આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા