યુએસમાં સાયબર ક્રાઇમનો સૌથી મોટો ખતરો: મે થી જુલાઇ દરમિયાન ૧૪૩૦ લાખ ગ્રાહકોના ડેટા હેક થયા

માત્ર ભારત જ નહી પરંતુ વિશ્ર્વના તમામ દેશો પર સાયબર હુમલાઓ વધી રહ્યા છે. અવનવી ટેકનોલોજી અને ઇન્ટરનેટના માઘ્યમથી લગભગ તમામ કામો સરળતાથી થઇ શકે છે. પરંતુ આ સામે સાયબર ક્રાઇમ એક પડકાર‚પ પ્રશ્ર્ન છે. અમેરિકામાં સાયબર અટેકેમાં ૨૫ લાખથી વધુ ગ્રાહકો ભરખાયા છે.

જી, હા, વિકસીત દેશોમાં ગણના થતી એવા અમેરિકામાં સાયબર ક્રાઇમનો મોટો ભય પ્રસરી ગયો છે. અમેરિકાની ક્રેડીટ રીપોટીંગ ફર્મ ઇકવીફેકસના અહેવાલ અનુસાર ગયા મહિને સાયબર ક્રાઇમનો ભાગ બનનારા ગ્રાહકોમાં રપ લાખ વધુ ગ્રાહકો ઉમેરાયા છે. જયારે મે અને જુલાઇ એમ બે માસના સમયગાળામાં સાયબર હુમલામાં સંડોવાયેલા ગ્રાહકોની સંખ્યા ૧૪૩૦ લાખે પહોંચી હતી.

આ પ્રકારે ગ્રાહકોની ખાનગી માહિતીને ચોરી કરતા સાયબર ક્રિમીનલોને રાખી સજા

થવી જોઇએ.

સાયબર ક્રાઇમના પગલે ગ્રાહકોની સ્વતંત્રતા છીનવાઇ રહી છે. ભારતમાં પણ કંઇક આવું જ છે. જેથી લોકો ઇન્ટરનેટના માઘ્યમ દ્વારા ચુકવાની અથવા કોઇ લેવડ-દેવડ કરવા આકર્ષાતા નથી. સાયબર હુમલાઓમાં હુમલાખોરો ગ્રાહકોના એકાઉન્ટ હેડ કરી ખાનગી વિગતો મેળવે છે. અને ગુનાઓ આચરે છે. જેમ કે એટીએમ નંબર એકાઉન્ટ નંબર મેળવી પૈસાની ઉઠાંતરી કરી લેવી.

સાયબર સિકયુરીટી ફર્મ મેન્ડીએન્ટે એક અહેવાલમાં આ વિશે જણાવ્યું હતું કે, આ સાયબર ક્રાઇમની ઉંડાઇપૂર્વક તપાસ થશે. જો કે, આ હેકર્સોના કોઇ પુરાવા કે વિગતો હજુ સુધી મળી આવી નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.