રાજ્યના ખેડૂતોને રવિ ઋતુના પાકો વિશે આધુનિક તાંત્રિકતા અને ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે માટે સમગ્ર રાજ્યમાં તારીખ 24 અને 25 નવેમ્બર દરમિયાન રવિ કૃષિ મહોત્સવ યોજાયો હતો તેમ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે.
તેઓએ ઉમેર્યું હતું કે,રાજ્યભરમાં દ્વિ દિવસીય દરમ્યાન 266 સ્થળો એ યોજાયેલ રવિ કૃષિ મહોત્સવ માં 210168 થી વધુ ખેડૂતો સહભાગી થયા હતા.રાજ્યના કુલ 266 સ્થળોએ યોજાયેલ રવિ કૃષિ મહોત્સવનો અમદાવાદના પીરાણા ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કૃષિમંત્રી, કેન્દ્રીય રાજ્ય મંત્રી દેવુંસિંહ ચૌહાણ,ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ, જિલ્લા તથા તાલુકાના પદાધિકારીઓ, ખેડૂત સંગઠનોના આગેવાનોની ઉપસ્થિતિમાં રાજ્યના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા તથા આધુનિક કૃષિ તકનીકી ઉપયોગ કરવા ખેડૂતોને સંદેશો આપ્યો હતો.
કૃષિ મહોત્સવના બે દિવસના કાર્યક્રમ દરમિયાન કૃષિ પરિસંવાદ, કૃષિ પ્રદર્શન, સેવા-સેતુ, પશુ આરોગ્ય કેમ્પ અને પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની મુલાકાત લીધી
રાજ્યમાં કુલ 268 પશુ આરોગ્ય કેમ્પ યોજાયા જેનો 16031 પશુપાલકોએ લાભ લીધો
આ પ્રસંગે ઉપસ્થિત કૃષિ મંત્રીએ રાજ્ય સરકારની ખેડૂત હિતલક્ષી મહત્વની યોજનાઓની ખેડૂતોને મળી રહેલ લાભ વિશે જાણકારી આપી અને કૃષિ મહોત્સવનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
તેમણે ઉમેર્યું કે,સમગ્ર રાજ્યમાં યોજાયેલ આ મહોત્સવમાં રાજ્યમંત્રીમંડળના 13 મંત્રીશ્રીઓ,17સાંસદશ્રીઓ,100 ધારાસભ્યશ્રીઓ તેમજ જિલ્લા/તાલુકાપદાધિકારીઓ, સહકારી સંસ્થા તથા ખેડૂત સંગઠનના આગેવાનો મળીને કુલ 2092 પદાધિકારીઓ ઉપસ્થિત રહી ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા.
કૃષી મંત્રીએ ઉમેર્યું કે, કૃષિ મહોત્સવના બે દિવસના કાર્યક્રમ દરમિયાન કૃષિ પરિસંવાદ, કૃષિ પ્રદર્શન, સેવા-સેતુ, પશુ આરોગ્ય કેમ્પ અને પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મ ની મુલાકાત યોજવામાં આવી હતી. કૃષિ મહોત્સવના કાર્યક્રમોમાં 14 ખેડૂતોને સરદાર પટેલ કૃષિ શંશોધન પુરસ્કાર તથા 348 ખેડૂતોને આત્મા બેસ્ટ ફાર્મસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત કૃષિ પરિસંવાદમાં કુલ 708 કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા કુલ 1,76,808 ખેડૂતોને માર્ગદર્શન આપ્યું તથા સાથે સાથે કુલ 318 પ્રગતિશીલ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ વિશેના અનુભવો રજૂ કરીને પોતાના વિચારો રજૂ કર્યા હતા.
તેમણે કહ્યું કે,રવિ કૃષિ મહોત્સવમાં વિવિધ વિભાગો દ્વારા કુલ 7585 પ્રદર્શન સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા જેનો 2,10,168 ખેડૂતોએ લાભ લીધો હતો.કૃષિ મહોત્સવ દરમિયાન વિવિધ કૃષિલક્ષી સહાય યોજના હેઠળ કુલ 4779 ખેડૂતોને અંદાજીત કુલ રૂપિયા 1578 લાખ મૂલ્યની સહાય માટે મંજૂરીપત્રો/સહાય પત્રો/ ચેક/ પૂર્વ મંજૂરી પત્ર નું વિતરણ કરવામાં આવ્યુ છે.
રાજ્ય સરકારની વિવિધ સેવાઓનો લાભ સ્થળ પર મળી રહે તે હેતુસર સેવા સેતુ કાર્યક્રમ માટે કુલ 2498 સ્ટોલ ગોઠવવામાં આવેલ અને કુલ 91869 લાભાર્થીઓએ સ્ટોલની મુલાકાત લીધી હતી.
રવિ કૃષિ મહોત્સવના બે દિવસીય કાર્યક્રમ દરમિયાન રાજ્યમાં કુલ 268 પશુ આરોગ્ય કેમ્પ ગોઠવાયા જેનો કુલ 16031 પશુપાલકોએ લાભ લીધો.
કૃષિ મહોત્સવના બીજા દિવસે મંત્રી દ્વારા એ.પી.એમ.સી, રાજકોટ ખાતે યોજાયેલ કૃષિ પ્રદર્શનની મુલાકાત લઇ ખેડૂતોને માર્ગદર્શિત અને પ્રોત્સાહિત કર્યા હતા. રવિ કૃષિ મહોત્સવના બીજા દિવસે કુલ 42086 ખેડૂતોએ કૃષિ પ્રદર્શન અને પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત લઇ માર્ગદર્શન મેળવ્યું છે.
આમ સમગ્ર રવિ કૃષિ મહોત્સવ 2023ના કાર્યક્રમમાં કુલ 210168 થી વધુ ખેડૂતોએ લાભ લીધો હતો.