વાંગધ્રા,છાસિયા અને ગુંદાળા (જસ) ગામોમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાની ઉત્સાહભેર ઉજવણી

રાજકોટ જિલ્લામાં કેબીનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા વંદે ગુજરાત વિકાસ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે શુભારંભના બીજા દિવસે વંદે ગુજરાત વિકાસ રથ યાત્રાની જિલ્લાના વીંછીયા તાલુકાના વાંગધ્રા, છાસિયા અને ગુંદાળા ગામમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વીંછીયા તાલુકાના 900 લોકોએ વિકાસ રથ યાત્રા દ્વારા ગરવી ગુજરાતની બે દાયકાની સિદ્ધીઓની માહિતી મેળવી હતી.

વીંછીયા તાલુકાના મદદનીશ તાલુકા વિકાસ અધિકારી  વી.કે.પરમારે જણાવ્યું હતું કે, વાંગધ્રા, છાસિયા અને ગુંદાળા (જસ) ગામમાં વિકાસ રથનું બહોળા પ્રતિસાદ સાથે ગ્રામજનોએ સ્વાગત કર્યું હતું.

સવારના 9 કલાકે વીંછીયાની પ્રાથમિક શાળામાંથી શરૂ થયેલી વિકાસ રથ યાત્રાને હેઠળ વૃક્ષારોપણ, લાભાર્થીઓને લાભ વિતરીત કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી અન્વયે વાંગધ્રા ગામના 10 લાભાર્થીઓને વિવિધ યોજનાઓ અંતર્ગત રૂ.11,55,000ની સહાય ચુકવવામાં આવી હતી. જ્યારે છાશિયા ગામે 35 લાભાર્થીઓને રૂપિયા 37,41,000ના અને બાવન લાભાર્થીઓને રૂપિયા 76,83,543ના યોજનાકીય લાભોથી લાભાન્વિત કરવામાં આવ્યા હતા.

આ અવસરે વાંગધ્રા ગામે રૂપિયા 8 લાખના કામોનું લોકાર્પણ અને રૂા.7 લાખ 50 હજાર કામોનું ખાતમુહૂર્ત તેમજ છાશિયા ગામે રૂા.9 લાખના કામોનું લોકાર્પણ અને રૂા.12 લાખ 58 હજારના કામોનું ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું હતું તેમ મદદનીશ તાલુકા વિતકરાસ અધિકારી વી.કે.પરમારે કહ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.