ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે તમામ પક્ષો દ્વારા મતદારોને આકર્ષવા માટે એડી ચોટીનું જોર લગાડવામાં આવી રહ્યું છે. ત્યારે માસ્ટર સ્ટ્રોકમાં માહિર ભાજપ દ્વારા વધુ એક માસ્ટર સ્ટ્રોક રમવામાં આવ્યો છે. ઘાટલોડીયાથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ચૂંટણી લડવાના છે ત્યારે ઘાટલોડીયાના ૨૦૦થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે.
ઘાટલોડિયામાં આમ આદમી પાર્ટીના 200થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે ત્યારે ભાજપના મધ્યસ્થ કાર્યાલય પર ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. ભાજપના પ્રવક્તાએ કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં થયેલા વિકાસકાર્યોથી પ્રભાવિત થઈને AAPના કાર્યકરો ભાજપમાં જોડાયા છે.
ભારતીય જનતા પાર્ટી મહીસાગર જિલ્લામાં પાર્ટી વિરુદ્ધનું કામ કરતા હોય તેવા લોકોને પાર્ટીની શિસ્તના ભાગ સ્વરૂપે તેમની સામે પૂરતા આધાર – દાર્શનિક પુરાવા મળેલ હોય (વિડીયો રેકોર્ડિંગ) પ્રદેશની સુચના ૮ કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વડોદરા જિલ્લા ભાજપે પણ ગઈકાલે મોટી કાર્યવાહી કરતા પાર્ટી વિરુદ્ધ કામગીરી કરનારા પાદરા અને વાઘોડિયા તાલુકાના બળવાખોરો સામે લાલ આંખ કરતા 51 જેટલા લોકોને સસ્પેન્ડ કરી દીધા છે. જેમાં પાદરા નગરપાલિકાના 10 સદસ્યોને સામેલ છે.