પગાર વધારો, લઘુતમ વેતન કરતા ઓછું વેતન, ૮ કલાક કરતા વધુ કામ લેવાતું હોવાનો આક્ષેપ

સુરેન્દ્રનગર રાજકોટ હાઇવે પર ઇલેકટ્રીકનો સામાન બનાવતી ફેકટરી આવેલી છે. ત્યારે ફેકટરીના ૨૦૦ી વધુ કામદારો શુક્રવારે વીવીધ પ્રશ્નો બાબતે હડતાળ પર ઉતરી જતા ચકચાર મચી ગઇ હતી. અંગેની જાણ લેબર ઇન્સપેકટરને તા કંપનીને નોટીસ પાઠવી જવાબ માંગ્યો છે.

સુરેન્દ્રનગર રાજકોટ હાઇવે પર અનેક ઉદ્યોગો આવેલા છે. ત્યારે શહેરમાં વર્ષોી પનામા ગ્રૂપ ઓફ કંપનીના નામે ઇલેકટ્રીકનો વ્યવસાય કરતી પેઢીએ રાજકોટ હાઇવે પર પ્રેમ ઇલેકટ્રીકના નામે એકમ શરૂ કર્યુ હતુ. આ એકમમાં ૨૦૦ ી વધુ કામદારો રોજીરોટી રળે છે. ત્યારે કામદારોને લઘુત્તમ વેતન કરતા ઘણુ નીચુ દૈનિક રૂપિયા ૧૬૦ની આસપાસ રોજ મળતુ હોવાી કામદારોમાં અસંતોષ ભભૂકી ઉઠ્યો હતો. જેમાં કામદારોએ શુક્રવારના રોજ હડતાળ પાડી હતી. ફેકટરીની બહાર કામદારો એકઠા યા હતા. જેમાં મેહુલભાઇ ભટ્ટ, રાજુભાઇ ગોંડલીયા, ભાવનાબેન ગોવિંદીયા, મીનાબેન મુંજપરા સહીતનાઓએ જણાવ્યુ કે, સરકારના લઘુત્તમ વેતન ધારાનો ખૂલ્લેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે. ગામડેી રૂપીયા ૪૦ થી ૫૦ ભાડુ ખર્ચીને આવતા કામદારોને મળતુ ૧૬૦ રોજ હાલની મોંઘવારીમાં મજાક સમાન છે. ઉપરાંત કારખાનામાં આઠ કલાક કરતા વધુ સમય કામદારો પાસે કામ લઇને ઓવરટાઇમ પણ ચુકવાતો ની. જયારે પીએફ, હાજરી કાર્ડ, આઇ કાર્ડ, પગાર સ્લીપ સહિતની સુવિધા પણ અપાતી ની. આી અમોએ હડતાળ પાડી કામનો બહિષ્કાર કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.