સુરેન્દ્રનગરના લીંબડીમાં મળેલી સંતોની બેઠકમાં વિવિધ ઠરાવ પાસ કરાયા: રાજયના 200થી વધુ સંતોએ સંમેલનમાં ંહાજરી આપી
સુરેન્દ્રનગરના લીંબડી ખાતે યોજવામાં આવેલા સંત સંમેલનમાં મહત્વના કેટલાક નિર્ણય કરવામાં આવ્યા છે.સંમેલનમાં અમદાવાદના જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજી, ઋષિ ભારતી મહારાજ, શેરનાથ બાપુ, દુર્ગા દાસજી, લલિત કિશોરજી, ગંગા દાસજી ઉપસ્થિત રહેશે. બેઠકમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા વારંવાર થતા દેવી-દેવતાઓના અપમાન મુદ્દે ભવિષ્યની રણનીતિ ઘડાઈ શકે છે. સંતો 20થી વધારે ઠરાવ પર કેટલાક મહત્વના નિર્ણય લે તેવી શક્યતા છે. સાળંગપુરના ભીંતચિત્રોને લઇને સંત અને સનાતન સમાજની સાથે વિવિધ હિંદુ સંગઠનોમાં પણ આક્રોશ ફેલાયો છે. લીંબડી ખાતે નિમ્બાર્ક પીઠ ખાતે મળનારી ગુજરાતનાં સંતોની બેઠક અતિ મહત્વની છે. નિમ્બાર્ક પીઠ ખાતેની બેઠકમાં ગુજરાતના સંતો હવે નિર્ણાયક મૂડમાં છે. ત્યારે બેઠકમાં કેટલાક મહત્વના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી છે અને આ ઠરાવ પાસ પણ કરવામાં આવ્યા છે.
કયા કયાં ઠરાવો થયા?
- સહજાનંદ સ્વામી આગળ સર્વોપરી શબ્દ લગાડવો નહીં.સર્વોપરી કઈ રીતે તેનો ખુલાસો માંગવો.
- સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા ગુજરાતમાં સનાતની હિન્દુ ધર્મ પ્રેમી પ્રજામાં શાન્તિ ડહોળાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેમાં સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા હનુમાનદાદા અને સનાતનધર્મના દેવી-દેવતાઓનું અપમાન કરી સનાતન ધર્મના 125 કરોડ ભાવિક ભક્તોની ધાર્મિક લાગણી દુભાવવાનું દુષ્કૃત્ય કરવામાં આવ્યું છે.
- સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો ભક્તો સહજાનદ સ્વામીને પોતાના ઈષ્ટદેવ માનતા હોઈ સ્વામીનારાયણ મંદીરમાં કોઈ પણ જગ્યાએ સનાતનધર્મના દેવી-દેવતાઓનું સ્થાપન ન કરવું જોઈએ.
- સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રોમાં જ્યાં જ્યાં સનાતનધર્મના દેવી- દેવતાઓને નીચે દેખાડવાનો પ્રયાસ થયો છે તે તમામ ભાગ કાયમી ધોરણે દૂર કરવા.
- સનાતનધર્મના દેવી-દેવતાઓને જ્યાં જ્યાં નીચે દેખાડી સહજાનંદ સ્વામીને સર્વોપરી સિદ્ધ કરવાનો હીન પ્રયાસ થયો છે તેવા ચિત્રો કે મૂર્તિઓ સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ મંદિરોમાંથી દૂર કરવા.
- સનાતનધર્મના નામે કોઈ પણ સંસ્થામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો હોદ્દા ઉપર હોય તો તેઓને તે હોદ્દા ઉપરથી રાજીનામાં લઈ જે તે હોદ્દા ઉપરથી બરખાસ્ત કરવા.
- સનાતનધર્મના સંતો ખોટા છે અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સાચા છે એવું કહી સનાતનધર્મની લીટી ભુંસી પોતાની લીટી મોટી કરવાના હીન પ્રયાસો ક્યારે ન કરવા,
- સનાતનધર્મની જે જગ્યા પર સ્વામીનારાયણના સંતોએ કબ્જે કરેલી હોય તે જગ્યા ખાલી કરાવી શ્રીસરકારને પરત કરવી અથવા સનાતનધર્મની સંસ્થાને સોંપવી.
- સનાતન હિન્દુ દેવી-દેવતાઓ ઉપર સ્વામીનારાયણ સંપ્રદાયનું તિલક લગાવવું નહીં.
- સ્વામીનારાયણ મંદીર કે મ્યુઝીયમાં ચિત્ર પ્રદર્શની કે વિડીયો ફીલ્મમાં ક્યાંય હિન્દુ સનાતની દેવી-દેવતા (શ્રીરામ, કૃષ્ણ,દેવીમાં,હનુમાનજી, શિવ- પાર્વતીના ) ના અપમાન જનક ચિત્રો કે ફિલ્મ બનાવવી નહીં.
- સનાતન દેવી-દેવતાઓનું અપમાન ન થાય તેના માટે અને સનાતન ધર્મના ઉત્થાન માટે સંતો વી કાયદાકીય લડત માટે ડો. વસંતભાઈ પટેલને નિમણૂંક કરવામાં આવે છે.
- સનાતન સંપ્રદાયના સાધુ અન્ય કોઈ પણ સંપ્રદાયના સાધુને નીચા ગણતા નથી માટે અન્ય કોઈ સંપ્રદાય સનાતન સાધુને નીયા ગણવાનો પ્રયત્ન કરશે તો કાયદાકીય પગલા ભરાશે
- .સમગ્ર સનાતન ધર્મને બચાવવા માટે સનાતન ધર્મ સંરક્ષણ સમિતીની રચના કરવી જેમાં સમગ્ર ગુજરાતમાંથી સંતોની નિમણુંક કરવી.જે સમિતીનો નિર્ણય જ કોઈ પણ બનાવમાં માન્ય ગણવો. 14 નાથ સંપ્રદાય ને લઇ ને સ્વામિનારાયણ વડતાલ ના સંતાનો જે બફાટ થયો તે વિષયમાં સુરત પગલા ભરવા
આ અંગે ઠરાવ કરી મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે..