રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલના સહયોગથી બસ મારફતે હોસ્પિટલ લાવવામાં આવ્યા
રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા ટંકારા તાલુકાના જબલપુર ખાતે રણછોડદાસજી બાપુ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી તારીખ 29 ઓગસ્ટ 2022 ના વિના મૂલ્યે એક મેગા આઈ ચેકઅપ કેમ્પનું જબલપુર પ્રાથમિક શાળા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
જબલપુર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના જરૂરીયાતમંદ દર્દીઓએ મોટી સંખ્યામાં આ કેમ્પનો લાભ લીધો હતો.આ કેમ્પમાં લગભગ 200 થી વધારે લોકોની આંખોની તપાસ કરવામાં આવી જેમાંથી લગભગ 19 દર્દીઓને આંખમાં મોતીયો હોય તેમને મોતીયાના ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ ખાતે બસ મારફતે લઈ આવવામાં આવ્યા. ઓપરેશન બાદ તમામ દર્દીઓને જબલપુર ખાતે પરત પહોંચવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ તમામ સુવિધાઓનું આયોજન દર્દીઓ માટે વિના મુલ્યે કરવામાં આવ્યું હતું. આ મેગા આઈ ચેકઅપ કેમ્પ ા આયોજન માટે ટંકારા તાલુકાના પદાધિકારીઓ, જબલપુર ગામના સરપંચ તથા સામાજિક અગ્રણીઓએ ભારે ઉત્સાહ બતાવ્યો હતો. રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રોજેક્ટ ચેર રો. ઋષિત નથવાણી પ્રેસિડેન્ટ રો. કુનાલ મહેતા, સેક્રેટરી રો. અપૂર્વ મોદી વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી. રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર તરફથી રોટેરીયન નિલેશ ભોજાણી, અંકુર સંઘવી, કલ્પેશ બગડાઈ, જયદીપ વાઢેર, રવિ છોટાઈ, જયદેવ શાહ, અનુપ જોશી, કિલ્લોલ કારીયા અને વિમલેશ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.