સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતા રાજકોટમાં સરદારધામ આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેસ એકસ્પો જી.પી.બી.એસ. 2024 ચાલી રહ્યો છે. પ્રથમ દિવસે 3 લાખથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી. બીજા દિવસે પણ એકસ્પોને પ્રચંડ સફળતા મળી હતી. એકસ્પોના બીજા દિવસે મુખ્ય આકર્ષણ સિરામિક ઉદ્યોગની બીટુબી મીટીંગ રહી હતી આ બેઠકમાં ભારતના 190 જેટલા સ્થાનિક સિરામિક ઉત્પાદકોએ દેશ વિદેશથી પધારેલા 200 ગ્રાહકો સાથે બેઠક યોજી હતી. જેમાં સિરામિક પ્રોડકટસના એકસ્પોર્ટ અંગેના સોદા થયા હતા મળતી માહિતી મુજબ ભારતીય સિરામિક ઉત્પાદક કંપનીઓને કુલ 350 કરોડથી વધુના સિરામીક પ્રોડક્ટસની નિકાસ માટેના ઓર્ડર મળેલ.
ચીલી, ડોમેનિકન રિપબ્લિક અને મેકિસકો જેવા દેશોમાં મોરબીની ટાઈલ્સ વેચાશે
જીપીબીએસ એકસ્પોની પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા સહિત બહોળી સંખ્યામાં ઉદ્યોગકારોએ લીધી મુલાકાત
બીટુબી મીટીંગના કોર્ડીનેટર વિશાલભાઈ આચાર્ય અને નીલેશભાઈ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર CAPEXIL B2B મીટીંગ દરમિયાન ભારતીય સિરામિક ઉત્પાદક કંપનીઓને કૂલ 350 કરોડથી વધુનો સિરામિક પ્રોડક્ટ્સના નિકાસનો ઓર્ડર મળ્યો હતો. આ સાથે જ મોરબીના સિરામિક ઉદ્યોગની બોલબાલા સમગ્ર વિશ્વમાં હોવાની યથાર્થતા વર્તાઇ હતી. સિરામિક ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાતનો મોરબી જિલ્લો શિરમોર છે. આજે ગુજરાતનો મોરબી જિલ્લો ભારતનું સિરામિક હબ બન્યો છે. સિરામિક ટાઇલ્સ, સેનિટરી વેર, ઔદ્યોગિક અને તકનીકી સિરામિક્સના 1000થી વધુ ઉત્પાદન એકમો સાથે ગુજરાતનું મોરબી એકલું જ ભારતમાં સિરામિક ઉત્પાદનોના બજાર હિસ્સામાં લગભગ 90% હિસ્સો ધરાવે છે.
નાણાકીય વર્ષ 2022-23માં ગુજરાતમાંથી સિરામિક સેક્ટરમાં 20,000 કરોડ રૂપિયાથી વધુ રકમની નિકાસ થઈ હતી કે જે ભારતની કુલ સિરામિક નિકાસના 80% છે અને તેમાં મોરબી જિલ્લાના સિરામિક ક્લસ્ટરમાંથી 15,000 કરોડ રૂપિયાથી પણ વધુ રકમની નિકાસ કરવામાં આવી હતી. પરંતુ GPBS 2024માં આયોજિત CAPEXIL B2B મીટીંગની સફળતા બાદ નાણાકીય વર્ષ 2023-24 અને 2024-25માં આ આંકડો વધુ મોટો થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
હાલ, મોરબીમાં તૈયાર થઈ રહેલા સિરામિક ઉત્પાદનો અમેરિકા, ઓસ્ટ્રેલીયા, બાંગ્લાદેશ, તાઇવાન અને મધ્ય એશિયાના દેશોમાં એક્સપોર્ટ થઈ રહ્યું છે પરંતુ એકસ્પોમાં આયોજિત મીટીંગની સફળતા બાદ ભારતીય સિરામિક ઉદ્યોગ માટે શ્રીલંકા તથા લેટિન અમેરિકાના દેશો ચીલી, મેક્સિકો અને ડોમેનિકન રિપબ્લિકનું બજાર પણ ખૂલ્યું છે. જે મોરબીના સિરામિક ઉદ્યોગને નવો વેગ આપશે.
મીટીંગના આ કાર્યક્રમમા સીએપીઈએકસઆઈએલ ના ડાયરેક્ટર દયાનંદજી, વાઇસ ચેરમેન મુકેશભાઇ કુંડારિયા, અધિકારી કુંતલ ઘોષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ કોમર્સના અધિકારીઓ સંજીત કુમાર અને પ્રવીણ ચિલ્લર પણ હાજર રહ્યા હતા. આ સમગ્ર બેઠકને સફળ બનાવવા માટે GPBS 2024ના કોર્ડીનેટર વિશાલભાઈ આચાર્ય, નિલેશભાઈ જેતપરિયા, નરેન્દ્રભાઇ સંઘાત, રોનકભાઈ રૈયાણીએ જહેમત ઉઠાવી હતી. જીપીબી એસ એકસ્પોના આંગણે પધારેલ પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ એકસપોના જાજરમાન આયોજન બદલ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
GPBSમાં ભાગ લેવાથી ખૂબ મોટું નેટવર્કિંગ થયું : બીપીનભાઈ સિદપરા
અબતક સાથેની વાતચીતમાં જીઆર કલર્સના બીપીનભાઈ સિદપરા જણાવે છે કે,સમગ્ર ભારત સહિત વિદેશના ઉદ્યોગકારો અને રોકાણકારો GPBSમાં તક જોઈને આવ્યા છે તથા હાલના સમયની વાત કરીએ તો અવને પણ ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે.GPBSમાં ભાગ લેવાથી ખૂબ મોટું નેટવર્કિંગ થાય છે મોટી સંખ્યામાં ઉદ્યોગકારો અમને મળે છે.ડેકોરેટિવ પેઇન્ટ્સ,પુટ્ટી,પ્રાઇમર વગેરે જેવી વસ્તુઓ ઉત્પાદિત કરીએ છીએ.
14 સિરીઝમાં અમોક્સ ફાઇબર મેન હોલ કવર બનાવે છે : દિલીપભાઈ કોટડીયા
અબતક સાથેની વાતચીતમાં અમોક્સ ફાઇબરના દિલીપભાઈ કોટડીયા જણાવે છે કે,GPBS ઉદ્યોગકારો માટે એક સુવર્ણ તક સમાન છે નાનામાં નાના ઉદ્યોગકારોથી લઈ અને વિદેશી ઉદ્યોગકારો સુધી આ સમિટમાં ભાગ લઈ રહ્યા છે તથા ખૂબ જ મોટી સંખ્યામાં લોકો રોજ આ એક્સપોની મુલાકાત લઈ રહ્યા છે. અમારી વાત કરીએ તો ખૂબ જ સારો પ્રતિસાદ અમને પણ મળ્યો છે અને અઢળક ઇન્કવાયરી પણ આવી છે.14 સિરીઝમાં અમુક ફાઇબર મેન હોલ કવર બનાવે છે અને કલરની વેરાઈટી પણ મળી રહે છે.
20થી પણ વધુ કુલરની રેન્જ અમારી પાસે : જયમીન રામોલિયા
અબતક સાથેની વાતચીતમાં રાજ કુલિંગ સિસ્ટમના જયમીન રામોલિયા જણાવે છે કે, તમારે ત્યાં કુલીંગ સિસ્ટમની વિવિધ વેરાઈટીનું ઉત્પાદન કરવામાં આવે છે.ટેન્ટ માટે ડોમેસ્ટિક ઘર માટે કોમર્શિયલ વપરાશ માટે પાણીને ઠંડુ કરવા માટે કુલિંગ ટાવરનું ઉત્પાદન કરીએ છીએ,એચ. એલ.એસ. ઉત્પાદન કરીએ છીએ તથા 20થી પણ વધુ કુલરની રેન્જ છે GPBSમાં ભાગ લેવાથી અમને ખૂબ ફાયદો થયો છે ખૂબ પ્રતિસાદ મળ્યો છે અને વિદેશી ઉદ્યોગકારોને મળવાનું પણ થયું છે.
ઇન્ટિરિયર મોલ ક્ષેત્રે અમે રાજકોટ પ્રથમ : મહેશ દેત્રોજા
અબતક સાથેની વાતચીતમાં સીટીઆર્ટ ગ્રુપના મહેશ દેત્રોજા જણાવે છે કે,GPBS 2024નો દેશનો સૌથી મોટો એક્સપોર્ટ થવા જઈ રહ્યો છે અને એની સાથો સાથ રાજકોટમાં પણ ઇન્ટિરિયર મોલમાં સિટીઆર્ટ ગ્રુપનો મોલ સર્વપ્રથમ છે. અત્યાર સુધીમાં લગભગ ચારથી પાંચ લાખ લોકો અહીંથી વિઝીટ કરીને ગયા છે અને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે.
GPBSથી ધાર્યા બહારનું પરિણામ અને સફળતા અમને મળી : હરેશભાઈ રેનપરા
ઓરકલ પંપ્સના હરેશભાઈ રેનપરાને જણાવે છે કે,અમે પ્રથમ વખત ભાગ લીધો છે તથા ધાર્યા બહારનું પરિણામ અને સફળતા અમને મળી છે બહારના દેશોના લોકોની પણ અમને મુલાકાત થઈ છે.ઓરકલ પંપની વાત કરીએ તો 1400થી વધારે મોડલના અમે પંપ બનાવીએ છીએ.વી થ્રી થી માંડી આઠ ઇંચ બોરવેલ સુધીના પંપનું ઉત્પાદન કરીએ છીએ.
અત્યાર સુધીમાં આવેલી ઇન્કવાયરીમાંથી 25% લીડ જનરેટ થઈ છે અને 10 ઓર્ડર અમને મળી ચૂક્યા : ઉમેશ વેકરીયા
અબતક સાથેની વાતચીતમાં લ્યુમિટીક એલીવેટર્સના ઉમેશ વેકરીયા જણાવે છે કે,છેલ્લા દસ વર્ષથી અમે લિફ્ટ ક્ષેત્રે કાર્યરત છીએ રાજકોટમાં વધુ પડતા આ ક્ષેત્રે કાર્યરત લોકો લિફ્ટ એસેમ્બલ કરતા હોય છે પરંતુ અમે લિફ્ટનું ઉત્પાદન કરીએ છીએ વાત કરીએ GPBSની તો અત્યાર સુધીમાં આવેલી ઇન્કવાયરીમાંથી 25% લીડ જનરેટ થઈ છે અને 10 ઓર્ડર અમને મળી ચૂક્યા છે.