સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા ફેબ્રુઆરીમાં યોજાનાર
વિશ્ર્વનો વેપાર ચાઈનાથી થાકયો છે અને ડરી પણ ગયો છે: વેપાર મેળામાં 15 નવેમ્બર પહેલા સ્ટોલ બુક કરાવનારને 25 ટકા ડીસ્કાઉન્ટ અપાશે: પરાગ તેજુરા
સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા રાજકોટના આંગણે દેશી મેળો અને વિદેશી વેપારના નારા સાથે શરુ કરવામાં આવેલ આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું આકર્ષણ દિવસે અને દિવસે વધતું જાય છે. દેશ વિદેશના લોકો સૌરાષ્ટ્ર કચ્છમાં હટાણું કરવા આવી રહ્યા છે. મહામંડળનું નેટવર્ક લગભગ 50 જેટલા દેશો માં ફેલાઈ ચૂક્યું છે.
વિશ્વનો વેપારી ચાઈનાથી થાક્યો છે અને ડરી પણ ગયો છે ત્યારે મહામંડળનો આ પ્રયાસ વધુ મજબૂત બની રહ્યો છે. આગામી 11 થી 13 ફેબ્રુઆરી 2022 દરમ્યાન રાજકોટ માં એન.એસ.આઈ.સી. મેદાન આજી વસાહત ખાતે 3 દિવસનો વેપાર મેળો યોજાશે, 3 દિવસ બાદ વિદેશી ડેલિગેટ્સ વિવિધ ફેકટરીઓની મુલાકાત પણ લેશે અને ઉત્પાદન પ્રક્રિયા, ગુણવતા સહીત ની બાબતો વિષે માહિતી મેળવશે.
હાલના સંજોગોમાં સૌરાષ્ટ્ર કચ્છમાં ઉત્પાદિત થતી પ્રોડક્ટ્સ જેમ કે એગ્રિકલચરલ ઇકવીપમેન્ટ્સ, ઇરીગેશન સિસ્ટમ, વોટર સિસ્ટમ, ફૂડ પ્રોસેસિંગ મશીનરી, ડેરી પ્રોડક્ટ્સ મશીનરી, ગાર્મેન્ટ્સ અને ટેક્સટાઇલ, બ્યુટીર અને હેલ્થકેર, ફાર્મા પ્રોડક્સ્ટ, હોસ્પિટલ ફર્નિચર અને ઇકવીપમેન્ટ્સ, કિચનવેર, હોઉસવેર અને સ્ટીલ – એલ્યુમિનિયમના વાસણો, ફૂડ પ્રોડક્ટ્સ – બિસ્કીટ્સ, પીપરમેન્ટ, ટોમેટો સોસ સહીત ના ખાદ્ય પદાર્થો, સોલાર અને રિન્યુએબલ એનેર્જી, ઓટો પાર્ટ્સ, હેન્ડિક્રાફ્ટ્સ બિલ્ડીંગ મટીરીયલ્સ, સીરામીક, સેનેટરીવેર્સ, હાર્ડવેરસ, બાથ ફીટીંગ્સ, પ્લમ્બિંગસ, ફર્નિચર, સ્કૂલ ફર્નિચર, સ્ટેશનરી,
નોટબુક રીસ્ટ વોચ – વોલ ક્લોક , રમકડાં, મેન્સ એન્ડ વુમન્સ એસેસરીઝ , ફિશિંગ ઇકવીપમેન્ટ્સ, વોશિંગ શોપ, પાઉડર, ક્લિનીંગ પ્રોડક્ટ્સ સહીતની અગણિત પ્રોડક્ટ્સ માટે તક રહેલ છે. સંસ્થા દ્વારા યોજાનાર આ વેપાર મેળામાં સ્ટોલના રેઈટ્સ ખુબજ વ્યાજબી રાખવામાં આવેલ છે. સ્ટોલ રેઈટ રૂપિયા સાત હજાર પ્રતિ મીટરના રાખવામાં આવેલ છે. ઓછા માં ઓછો 9 સ્કેવર મીટર નો સ્ટોલ હોય છે. 15 મી નવેમ્બર 2021 પહેલા બુકીંગ કરાવનાર ને 25 % ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
ગુજરાત સરકાર દ્વારા માર્કેટ ડેવલપમેન્ટ આસીસ્ટન્સ સ્કીમ હેઠળ નિયમાનુસાર રૂપિયે બે થી ત્રણ હજાર પ્રતિ મીટર સબસીડી પણ મળવા પાત્ર થશે. આંતર રાષ્ટ્રીય વેપાર મેળાના આયોજનને સફળ બનાવવા માટે સંસ્થાના ઉપ પ્રમુખ પ્રભુદાસ ભાઈ તન્ના, મહેશભાઈ નગદીયા, મંત્રી ભુપતભાઇ છાટબાર, કમિટી મેમ્બર્સ કેતનભાઈ વેકરીયા, ધીમંતભાઈ મેહતા, દિનેશભાઇ વસાણી, મૌક્તિક ત્રિવેદી, વિરલ રૂપાણી, નિશ્ચલ સંઘવી, લવ પીઠવા, મયુર ખોખર, હેમાંગ સોલંકી, અરવિંદ ધરાજીયા, તીર્થ મકાતી, દીવેન પડીયા, મહર્ષિ નિમાવત, અભય પાટડીયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.