ચાલુ ધારાસભ્યોને પણ કોઇ પ્રિ-રિઝર્વેશન નથી: દરેક જિલ્લામાં એક મહિલાને ટિકિટ અપાશે
ગુજરાત કોંગ્રેસ વિધાનસભાની આગામી ચૂંટણીમાં બે વાર હારેલાં અને ૨૦ હજાર કે તેી વધુ મતોી હારેલાં દાવેદારોને ટિકિટ નહીં આપે જ્યારે દરેક જિલ્લામાં એક મહિલાને ટિકિટ ફાળવાશે અને ઉમેદવારોની પસંદગીમાં યુવાનોનો હિસ્સો પચાસ ટકા જેટલો રખાશે એવી જાહેરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કરી છે. સિટીંગ ધારાસભ્યોમાં જીતી શકે તેવા ઉમેદવારોને રિપીટ કરાશે. પ્રદેશ કોર કમિટીની શુક્રવારે મળેલી બેઠકમાં ૩૧મી માર્ચ પછી વિધાનસભા ભંગ કરવામાં આવે અને મે મહિનાના અંતમાં અવા જૂનના પ્રમ સપ્તાહમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. કોંગ્રેસ પ્રદેશની અધ્યક્ષતામાં યોજાયેલી કોર કમિટીની બેઠકમાં ચૂંટણીની તૈયારીઓ, પેજ પ્રમુખ સહિતની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આગામી એક-બે મહિનામાં ચૂંટણી આવે તેવી શક્યતા વ્યક્ત કરાઈ હતી. બીજી એપ્રિલી યોજાનારી આદિવાસી યાત્રા ધો-૧૦ અને ધો-૧૨ની પરીક્ષા અને પંચાયતોની ચૂંટણીને અનુલક્ષીને મુલતવી રાખવામાં આવી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાશે તેવા રાજકીય વાતાવરણની વચ્ચે વિપક્ષ કોંગ્રેસમાં ચૂંટણીલક્ષી તૈયારીનો ધમધમાટ જોવા મળે છે. સોમવારી સંભવિત ઉમેદવારોની પેનલ બનાવવાની મહત્ત્વપૂર્ણ કામગીરી શરૂ વાની હોઈ વર્તમાન ધારાસભ્યોને ફરીી ટિકિટ અપાશે તેવા અહેવાલો વચ્ચે વહેતા યા હતા, જોકે વિધાનસભામાં કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાએ આવા અહેવાલોને ફગાવી દઈને પક્ષના સઘળા ધારાસભ્યને મેરિટના આધારે ટિકિટ અપાશે તેમ સ્પષ્ટ કર્યું છે.
ગયા મંગળવારે વિધાનસભામાં વિપક્ષના નેતાના કાર્યાલયમાં પક્ષના કેટલાક ધારાસભ્યએ શંકરસિંહ વાઘેલાની મુલાકાત લીધી હતી. તે દરમિયાન ધારાસભ્ય રાઘવજી પટેલે તમામ ધારાસભ્યને રિપીટ કરવા માગણી કરી હતી. તેમની માગણીને અન્ય ધારાસભ્ય સી.કે. રાઉલજીએ સર્મન આપ્યું હતું, જોકે તે વખતે ડો. તેજશ્રીબહેન પટેલ જેવા બીજા ધારાસભ્યો આ પ્રકારની માગણી સો જોડાવવાનું પસંદ ન કરીને બેઠકી દૂર રહ્યા હતા. શંકરસિંહ વાઘેલા સમક્ષ ધારાસભ્યને રિપીટ કરવાની માગણી કરાયા બાદ તેમણે સઘળા ધારાસભ્ય રિપીટ શે તેવી ખાતરી આપ્યાના અહેવાલ ફગાવી દીધા છે.
શંકરસિંહ વાઘેલાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આવા અહેવાલ સદંતર જુઠ્ઠા અને વાહિયાત ગપ્પાં છે. મેં ધારાસભ્યને રિપીટ કરાશે તેવી કોઈ ખાતરી આપી ની. ધારાસભ્યની પસંદગી મેરિટ પ્રમાણે કરાશે. જે ધારાસભ્યની કામગીરી સારી હશે તેમને ફરીી ચૂંટણી લડવા ટિકિટ આપવી કે નહીં તેનો નિર્ણય હાઈકમાન્ડ લેશે. ધારાસભ્યને રિપીટ કરવાની હું હાઈકમાન્ડ સમક્ષ રજૂઆત પણ કરવાનો ની.
કોંગ્રેસની ચૂંટણી પ્રચારની ધુરા પ્રશાંત કિશોરને સોંપવા અંગે શંકરસિંહ વાઘેલાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રશાંત કિશોર ચૂંટણીના નિષ્ણાત હોઈ તેમને ક્ષમતાનો ઉપયોગ રાજકારણમાં કરવો જોઈએ. ભાજપ અને નરેન્દ્ર મોદીએ પણ વર્ષ ૨૦૧૨ અને ૨૦૧૪ની ચૂંટણીઓમાં પ્રશાંત કિશોરને રાખ્યા હતા. બિહાર-પંજાબમાં પ્રશાંત કિશોરની સ્ટ્રેટેજીી જીત મળી જ છે એટલે યુપીના ઉદાહરણી એક વખત ડોક્ટર (પ્રશાંત કિશોર) નિષ્ફળ જાય એટલે નકામો છે તેવું ન કહી શકાય. પ્રશાંત કિશોરની સ્ટ્રેટેજીનો લાભ ગુજરાત ઉપરાંત હિમાચલ પ્રદેશમાં પણ લેવો જોઈએ તેમ હું માનું છું.
દરમિયાન પ્રશાંત કિશોર દરેક રાજ્યની ચૂંટણીમાં મુખ્યપ્રધાનનો ઉમેદવાર જાહેર કરશે એમ કહેવું અત્યારે કવેળાનું છે. ગુજરાતમાં રાજ્યની સ્િિત જોઈને તેઓ મુખ્યપ્રધાનપદના ઉમેદવારનો નિર્ણય લેશે તેમ રાજકીય સૂત્રો જણાવે છે