આ વર્ષે ‘વીમન એન્ડ ડાયાબિટીસ-અવર રાઈટ ટુ એ હેલ્થી ફયુચર’ની ખાસ થીમ હેઠળ જાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરાશે
વિશ્ર્વભરમાં આવતીકાલે તા.૧૪ નવેમ્બરના રોજ વર્લ્ડ ડાયાબીટીસ ડે તરીકે ઉજવવાનું ઈન્ટરનેશનલ ડાયાબીટીસ ફેડરેશન દ્વારા ૧૯૯૧ના વર્ષથી શ‚ થયું છે. આ રોગની ગંભીરતા જોતા વિશ્ર્વ આરોગ્ય સંસ્થા પણ આ ઝુંબેશમાં જોડાય છે. ૨૦૦૬ના વર્ષથી યુનાઈટેડ નેશન્સ પણ આ ઝુંબેશમાં સહભાગી થઈ છે.આ વર્ષના વર્લ્ડ ડાયાબીટીસ ડેની વિશેષ થીમ મહિલાઓ અને ડાયાબીટીસ-સ્વાસ્થ્યપૂર્ણ ભવિષ્યનો અમારો અધિકાર છે. વોકહાર્ટ હોસ્પિટલના ફીઝીશ્યન અને ક્રિટીકલ કેર સ્પેશ્યાલીસ્ટ ડો.મિલાપ મશ‚એ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ઝુંબેશ તમામ મહિલાઓને ડાયાબીટીસના જોખમ સામે પોષાય તેવા અને સમાન સાધનપૂર્ણ મૂલ્યાંકનના મહત્વ અંગે પ્રોત્સાહિત કરશે. ડાયાબીટીઝ ટાઈપ-ટુ ને અટકાવવા માટેની મહિલાઓની ક્ષમતાને સુદ્રઢ કરવા અને ડાયાબીટીઝના આશાસ્પદ પરિણામો મેળવવા માટે જ‚રી માહિતી અને સ્વયં સંચાલન શિક્ષણ તેમજ તેને લગતી ટેકનોલોજી તથા તેની દવાઓ સાથે સરળતાથી જીવન નિર્વાહ માટે પ્રોત્સાહિત કરશે.ડો.મિલાપ મશ‚એ વિશેષમાં જણાવ્યું હતું કે, ડાયાબીટીસ પીડિત તમામ મહિલાઓ માટે જ‚રી છે તેમના રોગની શ્રેષ્ઠ સંભાળ માટે અને સારવાર, સાવધાની રાખીને પોતાના આરોગ્યના પરિણામોમાં શ્રેષ્ઠ સુધારો લાવવો. સહાયભૂત હકિકતો જણાવતા ડો.મિલાપે જણાવેલ હતું કે આજે ડાયાબીટીસ સાથે જીવનનિર્વાહ કરતી મહિલાઓની સંખ્યા ૨૦ કરોડ કરતા પણ ઘણી વધુ છે.આ સંસ્થા ૨૦૪૦ સુધીમાં વધીને ૩૧ કરોડ ૩૦ લાખ થઈ જશે. દર પાંચમાંથી બે સ્ત્રીઓ કે જે પ્રજનનક્ષમ છે તેમને ડાયાબીટીસ હોય તેની સંખ્યા વિશ્ર્વભરમાં ૬ કરોડ કરતા પણ વધારે છે. વિશ્ર્વભરમાં મહિલાઓના મૃત્યુ માટેના અગ્રણી કારણોમાં ડાયાબીટીસ નવમાં ક્રમે છે. દર વર્ષે ૨૧ લાખ મહિલાઓ ડાયાબીટીશને કારણે મૃત્યુને ભેટે છે. ટાઈપ-ટુ ડાયાબીટીઝથી પીડિત મહિલાઓને હૃદયરોગ થવાનું જોખમ બીજી સામાન્ય મહિલાઓ કરતા ૧૦ ગણુ વધુ રહે છે.ડાયાબીટીસથી પીડિત મહિલાઓને માર્ગદર્શન આપતા ડો.મિલાપે જણાવેલ હતું કે, ડાયાબીટીસ પીડિત તમામ મહિલાઓએ આશાસ્પદ પરિણામે પ્રાપ્ત કરવા માટે ખાનપાન-આચરણ જેવી સ્વયંસંચાલિત વ્યવસ્થાનું શિક્ષણ અને માહિતી તેને લગતા સાધનો તથા જ‚રી ઔષધિઓનું જ્ઞાન અને અમલ કરવો જોઈએ.ડાયાબીટીક મહિલાઓએ ગર્ભનિર્ધારણ પૂર્વે સગર્ભાવસ્થા દરમ્યાનના જોખમો ઘટાડવાની સેવાઓ શું છે તેનું આયોજન કરવું જોઈએ. વધુ માહિતી આપતા ડો.મિલાપે જણાવેલ હતું કે દર સાત જન્મતા બાળકમાંથી એક બાળક ગેસ્ટેશ્નલ ડાયાબીટીસગ્રસ્ત હોય છે. આઈડીએફનો અંદાજ છે કે ૨૦.૯ મિલીયન અથવા નવજાત શીશુના ૧૬.૨ ટકા મહિલાઓ સગર્ભાવસ્થામાં હાઈપરગ્લીકેમીયાથી પીડાતી હોય છે જે બાળકના જન્મ આપ્યા પછી પાંચથી દસ વર્ષમાં ડાયાબીટીસ ટાઈપ-ટુમાં પરિવર્તીત થઈ જાય છે.ડાયાબીટીસ અટકાવવા શું કરવું જોઈએ તે અંગે જણાવ્યું હતું કે, ટાઈપ-ટુ ડાયાબીટીઝ રોકવા માટેની જે વ્યુહરચનાઓ છે તેમાં માતાના આરોગ્ય અને પોષણ તેમજ સગર્ભાવસ્થા પહેલા તથા સગર્ભાવસ્થા દરમ્યાન આ ઉપરાંત આરોગ્ય વિષયક બાબતો પર ધ્યાન કેન્દ્રીત કરવું જ‚રી હોય છે.જીડીએમ અને ડાયાબીટીસનું ઝડપી નિદાન તથા યુવાન મહિલાઓમાં આરોગ્ય અંગે જાગૃતિ લાવવા ગર્ભાવસ્થા દરમ્યાન અવાર-નવાર તબીબી મુલાકાત જ‚રી છે.