- વર્તમાન પ્રમુખ મુકેશ દોશી ઉપરાંત પ્રદીપ ડવ, પુષ્કર પટેલ, મનિષ રાડીયા, અરવિંદ રૈયાણી, અશ્ર્વિન મોલીયા, જીગ્નેશ જોષી, દલસુખ જાગાણી, દેવાંગ માંકડ, કિશોર રાઠોડ, વલ્લભ
- દુધાત્રા, જીતુ કોઠારી, નિલેશ જલુ, અનિલ મકવાણા, નીતિન ભૂત, કિરણબેન માંકડીયા અને રક્ષાબેન બોળીયા સહિતના નેતાઓ પ્રમુખ પદ માટે ફોર્મ ભરે તેવી પ્રબળ સંભાવના
- કોર્પોરેટરોને પણ શહેર ભાજપ પ્રમુખ બનવા માટેની તક અપાતા વર્ષોથી સંગઠનમાં કામ કરતા કાર્યકરોમાં થોડી નારાજગી
શહેરના 18 વોર્ડ પૈકી એકપણ માત્ર વોર્ડ નં.17ને બાદ કરતા અન્ય તમામ વોર્ડના પ્રમુખની વરણી પ્રક્રિયા પૂર્ણ થઇ જવા પામી છે. શહેર ભાજપ પ્રમુખ પદ માટે આવતીકાલે શહેર ભાજપ કાર્યાલય ખાતે ચૂંટણી અધિકારી માયાબેન કોડનાની દ્વારા ત્રણ કલાક માટે ઉમેદવારી ફોર્મ સ્વીકારવામાં આવશે. શહેર ભાજપના નવા સુકાની બનવા માટે દાવેદારી રજૂ કરવા ભાજપમાં ર0થી વધુ નેતાઓ થનગની રહ્યા છે. દરમિયાન કોર્પોરેટરોને પણ પ્રમુખ બનવા માટેની તક આપવામાં આવતા વર્ષોથી સંગઠનમાં કામ કરી રહેલા કેટલાક કાર્યકરોમાં વધતાં-ઓછા પ્રમાણમાં નારાજગી જોવા મળી રહી છે. આવતા સપ્તાહે નવા શહેર ભાજપ પ્રમુખના નામની સત્તાવાર ઘોષણા થઇ જાય તેવી સંભાવના જણાઇ રહી છે.
ગઇકાલે પ્રદેશ ભાજપની બેઠક બાદ સાંજે જિલ્લા અને મહાનગરોના પ્રમુખ માટેના માપદંડ જાહેર કરી દેવામાં આવ્યા છે. જેમાં અલગ-અલગ સાત શરતો રાખવામાં આવી છે. મહિલા નેતાઓ પણ પ્રમુખ પદ માટે દાવેદારી કરી શકશે. જ્યારે જેની સામે ફોજદારી કેસ હશે તેવા નેતાને પ્રમુખ પદ નહિં આપવાનો નિર્ણય ભાજપ દ્વારા લેવામાં આવ્યો છે. આવતીકાલે સવારે 10:30થી બપોરે 1:00 વાગ્યા સુધી શહેર ભાજપ કાર્યાલય ખાતે ઉમેદવારી ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા હાથ પર લેવામાં આવશે. શહેર ભાજપના નવા સુકાની બનવા માટે વર્તમાન પ્રમુખ મુકેશભાઇ દોશી ઉપરાંત પૂર્વ મેયર ડો.પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષના દંડક મનિષભાઇ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વિનભાઇ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, પરેશ ઠાકર, અરવિંદ રૈયાણી, જીગ્નેશ જોષી, દલસુખભાઇ જાગાણી, કિશોરભાઇ રાઠોડ, કિરણબેન માંકડીયા, પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા, વલ્લભભાઇ દુધાત્રા, નરેન્દ્રસિંહ ઠાકુર, જીતુભાઇ કોઠારી, નિલેશભાઇ જલુ, દેવાંગભાઇ માંકડ અને નેહલભાઇ શુક્લ ઉપરાંત પૂર્વ નગરસેવક અનિલ મકવાણા અને ભાજપના કસાયેલા કાર્યકર એવા નીતિનભાઇ ભૂત પણ દાવેદારી રજૂ કરે તેવી પ્રબળ સંભાવના હાલ દેખાઇ રહી છે.
પ્રમુખ પદ માટે અલગ-અલગ સાત નિયમો બનાવવામાં આવ્યા છે. ઉંમરનો બાધ હટાવી દેવામાં આવતા કશ્યપભાઇ શુક્લનું નામ શહેર ભાજપ પ્રમુખ પદ માટે સૌથી વધુ આગળ ચાલતું હતું પરંતુ એક પરિવાર એક હોદ્ોના નિયમ રાખવામાં આવ્યો છે. નેહલભાઇ શુક્લ હાલ કોર્પોરેટર પદે હોવાના કારણે કશ્યપભાઇ પ્રમુખ પદ માટે દાવેદારી કરી શકે કે કેમ? તેની સામે પણ સવાલ છે. બીજી તરફ સતત ત્રણ ટર્મથી સક્રિય હોય અને સંગઠનનું અનુભવ ધરાવતા હોય તેવા વ્યક્તિને પ્રમુખ બનાવવા આ નિયમથી પણ કેટલાક સપના રોળી નાંખશે તે નિશ્ર્ચિત છે. આવતીકાલે સવારે ભાજપ કાર્યાલય ખાતે નેતાઓની લાંબી કતારો લાગે તે નિશ્ર્ચિત છે. એક ચોક્કસ જૂથ અમૂક મુદ્ે હંગામો મચાવવાના મૂડમાં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
શહેર ભાજપ કાર્યાલય ખાતે કાલે સવારથી ત્રણ કલાક ફોર્મ સ્વીકારાશે
રાજકોટ શહેર ભાજપ કમલમ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપની યોજના અનુસાર અને ચુંટણી અધિકારી ઉદયભાઈ કાનગડ, રાજકોટ મહાનગર સંગઠન પર્વ કલસ્ટર ઇન્ચાર્જ મયંકભાઈ નાયક અને રાજકોટ મહાનગરના ચુંટણી અધિકારી ડો.માયાબેન કોડનાની અને સંગઠનપર્વ-ર0ર4 અંતર્ગત રાજકોટના ચુંટણી અધિકારીની વિશેષ જવાબદારી આપવામાં આવેલ છે આ અંગે મુકેશભાઈ લંગાળીયાએ માહિતી આપતા જણાવ્યુ કે સંગઠન પર્વ ર0ર4 અંતર્ગત શહેર
ભાજપના નવા પ્રમુખની જેમને દાવેદારી કરવી છે તેવા ઉમેદવારો માટેના ઉમેદવારી ફોર્મ કાલે તા.4 જાન્યુઆરીના રોજ સવારે 10.30 થી 1.30 દરમ્યાન કમલમ કાર્યાલય, શીતલપાર્ક પાસે, રાજકોટ ખાતે સ્વીકારવામાં આવશે.
પ્રદેશ ભાજપ દ્વારા મહાનગરના અધ્યક્ષ્ાની પસંદગી માટે યોગ્યતાનાં ધોરણો ફરજીયાત કર્યા છે. જેમાં વર્તમાન તેમજ પૂર્વમાં બે વખત સક્રિય સભ્ય બનેલા હોવા જોઈએ, જેની માહિતી ફોર્મ સાથે જોડવાની રહેશે. (સક્રિય સદસ્યતા પહોંચ – સક્રિય સદસ્યતા કાર્ડ – સક્રિય નંબર સાથે મહાનગર દ્વારા પ્રમાણિત પત્ર) મહાનગર પ્રમુખ બનવા ઈચ્છુક કાર્યર્ક્તાએ મંડલ અધ્યક્ષ્ા અથવા જીલ્લા/ પ્રદેશ સ્તરે જીલ્લા/પ્રદેશની ટીમ, મોરચા, પ્રકલ્પમાં કામ કરેલું હોવું જોઈએ (ફરજીયાત) મહાનગર પ્રમુખ તરીકે મહિલાનો પણ સમાવેશ કરી શકાશે. પિરવારમાં એક કાર્યર્ક્તાને એક જવાબદારીનો નિયમ લાગુ પડશે. (બ્લડ રીલેશન પિરવાર ગણવો માતા-પિતા, ભાઈ, પુત્ર-પત્નિ) જે મહાનગર પ્રમુખ સતત બે ટર્મ મહાનગર પ્રમુખ રહયા હોય તેઓને ફરીવાર રીપીટ કરવામાં આવશે નહિ. મહાનગર પ્રમુખ બનવા માટે ઇચ્છુક વ્યક્તિ કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ન હોવા જોઈએ (આર્થિક અને ચાિરત્રયની બાબતમાં કોઈ પોલીસ કેસ થયો ન હોય તેને લાગુ પડશે.) અને પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરાયેલા વ્યક્તિ પ્રમુખપદની દાવેદારી કરી શકશે નહિ.