સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પીએચ.ડી. પ્રવેશ પરીક્ષાનું કુલપતિ પ્રોફે. નીલાંબરીબેન દવેના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવેલ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પીએચ.ડી. પ્રવેશ પરીક્ષાની હોલટીકીટ ઓનલાઈન પોર્ટલ પર આજથી ઈસ્યુ કરવામાં આવી છે. પરીક્ષાર્થીઓ પીએચ.ડી. પ્રવેશ પરીક્ષાની વેબસાઈટમાં પોતાના લોગઈન આઈ.ડી. માં જઈને હોલટીકીટ ડાઉનલોડ કરી શકશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પીએચ.ડી. પ્રવેશ પરીક્ષાનું શનિવારના રોજ ત્રણ સેશનમાં આયોજન કરવામાં આવેલ છે.
પીએચ.ડી. પ્રવેશ પરીક્ષાની હોલટીકીટ ઓનલાઈન પોર્ટલ પર ઈસ્યુ કરવામાં આવી: વેબસાઈટ પરથી પરીક્ષાનું ટાઈમટેબલ ડાઉનલોડ કરી શકાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પીએચ.ડી. પ્રવેશની વેબસાઈટ પરથી પરીક્ષાનું ટાઈમટેબલ ડાઉનલોડ કરી શકાશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની પીએચડી પ્રવેશ પરીક્ષા 16મી ડિસેમ્બરના લેવામાં આવશે, જેમાં પાસ થતા ઉમેદવારો રાજ્ય સરકાર દ્વારા મળતી શોધની ફેલોશીપ મેળવી શકશે કે કેમ? તે પ્રશ્ન અગાઉ સામે આવ્યો હતો પરંતુ, હવે અગાઉની જેમ 31મી ડિસેમ્બર સુધીમાં જ અરજી કરનારને ફેલોશીપ મળે એવો નિયમ નથી.
કેસીજી (નોલેજ ક્ધસોર્ટીયમ ઓફ ગુજરાત) દ્વારા હજુ શોધ ફેલોશીપમાં અરજી માટેનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો નથી. આ પરિપત્ર બહાર પડ્યા બાદ 45 દિવસમાં અરજી કરવાનો નિયમ છે. જોકે, ત્યાં સુધીમાં પીએચડી પ્રવેશ પરીક્ષામાં પાસ થતા ઉમેદવારોને પ્રવેશ માટેની ડીઆરસી (ડિપાર્ટમેન્ટલ રિસર્ચ કમિટી) મળી જશે અને તેથી વિદ્યાર્થીઓ મોટાભાગે ફેલોશીપથી વંચિત નહીં રહે.