- e-KYCમાં વધુ ઝડપ માટે પુરવઠા વિભાગની ટીમો સતત કાર્યરત : અત્યાર સુધીમાં 2.75 કરોડથી વધુ નાગરિકોનું e-KYC પૂર્ણ : અન્ન-નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા
- રાજ્યમાં હાલ 4,376 આધાર કીટ કાર્યરત : વધુ 1000 નવી કીટો એક્ટિવ કરાશે
- ‘માય- રેશન એપ’ દ્વારા મોબાઇલથી ઘરે બેઠા e-KYC થઇ શકે છે
રાજ્યના નાગરિકો સરળ અને ઝડપથી e-KYC કરી શકે તે માટે પુરવઠા વિભાગની ટીમો સતત કાર્યરત છે. આ વ્યવસ્થા પર બે અધિકારીઓ સતત મોનીટરીંગ કરી રહ્યા છે. રાજ્યમાં 1.38 કરોડ નાગરિકોએ ઘરે બેઠા માય-રેશન એપ દ્વારા જ્યારે ગ્રામ પંચાયત લેવલે VCE દ્વારા 1.07 કરોડ નાગરિકોનું e-KYC કરવામાં આવ્યુ છે. આમ, ‘માય- રેશન એપ’, ગ્રામ પંચાયત, જનસેવા કેન્દ્રો, પોસ્ટ ઓફિસ, બેંક, આંગણવાડી વગેરેના માધ્યમથી અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 2.75 કરોડથી વધુ નાગરિકોનું e-KYC સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યુ છે તેમ અન્ન-નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ આજે ગાંધીનગર ખાતે જણાવ્યું હતું.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં રાજ્યમાં જનસેવા કેન્દ્રો હસ્તક 546 , ગ્રામ પંચાયતોમાં 506 , શિક્ષણ વિભાગ પાસે ૨૨૬, આંગણવાડીમાં 311 તેમજ પોસ્ટ-બેંક હસ્તક 2,787 આમ કુલ 4,376 જેટલી આધારકીટ કાર્યરત છે. e-KYCમાં નાગરિકોને વધુ સરળતા રહે તે માટે નવી 1,000 આધારકીટ કાર્યરત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
મંત્રી કુંવરજીએ કહ્યું હતું કે, e-KYC પુરવઠા વિભાગ તરફથી થાય છે પરંતુ તેનો સંપૂર્ણ આધાર UID એટલે કે આધારકાર્ડ ઉપર છે. આધાકાર્ડનાં નામ/અટકનાં સુધારા ન થાય ત્યાં સુધી e-KYC થતું નથી. આધારકાર્ડનું કામ GAD પ્લાનિંગ તરફથી થાય છે. આધારકાર્ડની કીટની સંખ્યા વધારવા અને કીટનાં પ્રશ્નો નિવારવા ગાંધીનગર ખાતે કંટ્રોલરૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જિલ્લા કલેકટરોને પોસ્ટ અને બેંક સાથે સંકલન કરીને આધારકીટ કાર્યરત રાખવા અને સતત મોનીટરીંગ કરવાની આયોજન વિભાગ તરફથી સૂચના આપવામાં આવી છે તેમ, મંત્રીએ ઉમેર્યુ હતું.
‘માય- રેશન એપ’ દ્વારા મોબાઇલથી ઘરે બેઠા e-KYC થઇ શકે છે
મંત્રી કુંવરજીભાઇએ કહ્યું હતું કે, e-KYC પુરવઠા વિભાગ તરફથી થાય છે પરંતુ તેનો સંપૂર્ણ આધાર UID એટલે કે આધારકાર્ડ ઉપર છે. આધાકાર્ડનાં નામ/અટકનાં સુધારા ન થાય ત્યાં સુધી e-KYC થતું નથી. આધારકાર્ડનું કામ GAD પ્લાનિંગ તરફથી થાય છે. આધારકાર્ડની કીટની સંખ્યા વધારવા અને કીટનાં પ્રશ્નો નિવારવા ગાંધીનગર ખાતે કંટ્રોલરૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જિલ્લા કલેકટરોને પોસ્ટ અને બેંક સાથે સંકલન કરીને આધારકીટ કાર્યરત રાખવા અને સતત મોનીટરીંગ કરવાની આયોજન વિભાગ તરફથી સૂચના આપવામાં આવી છે તેમ મંત્રીએ ઉમેર્યુ હતું.
મોબાઈલથી કેવી રીતે કરશો Ration Cardનું E KYC
સૌથી પહેલા પોતાના ફૂડ એન્ડ લોજિસ્ટિક ડિપાર્ટમેન્ટની ઓફિશયલ સાઈટ પર જવાનું રહેશે. સાઈટ ઓપન થયા બાદ તમારે Ration Card KYC Onlineનું ઓપ્શન સર્ચ કરવાનું રહેશે. તેના બાદ તમારી સામે આખુ ફોર્મ ઓપન થઈ જશે. તેમાં તમારે પરિવારના બધા સદસ્યોના નામ નોંધવાના રહેશે. અહીં તમને રેશન કાર્ડ નંબર પણ આપવામાં આવશે. બધુ કર્યા બાદ તમને Capture Code ભરવાનો રહેશે. આધાર કાર્ડ પર નોંધેલ મોબાઈલ નંબર પર OTP આવશે. તેના બાદ પરિવારના બધા સદસ્યોના વેરિફિકેશન પ્રોસેસ સ્ટાર્ટ થઈ જશે. E-KYC પુરી કર્યા પહેલા તમને બાયોમેટ્રિક માટે એપ્લાય કરવાનું રહેશે. પરિવારના બધા સદસ્યોનું બાયોમેટ્રિક કર્યા બાદ તમને પ્રોસેસ બટન પર ક્લિક કરવાનું રહેશે. આ બધી વસ્તુઓને પુરી કર્યા બાદ પરિવારના બધા સદસ્યોનું E-KYC થઈ જશે.