9512301973 ઉપર “હાય” લખીને મેસેજ મોકલવાથી ચેટબોટ થશે એક્ટિવ
શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીના હસ્તે આરએમસી ઓન વોટ્સએપ સેવાનું લોન્ચીંગ
અબતક, રાજકોટ
રાજકોટ મહાનગર પાલિકાની વિવિધ સેવાની હવે વોટ્સએપના માધ્યમથી પ્રાપ્ત થશે. રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી અને રાજકોટ શહેર તથા જિલ્લાના પ્રભારી મંત્રી જીતુભાઇ વાઘાણીના હસ્તે આજે આરએમસી ઓન વોટ્સએપનું લોન્ચીંગ કરવામાં આવ્યુ હતુ.રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજ્યમાં સૌ પ્રથમ વાર મહાનગરપાલિકાની 175 થી વધુ સેવાઓને “છખઈ જ્ઞક્ષ ઠવફતિંઆા” નામના પ્રોજેકટ વડે વોટ્સએપ પર આપવાની શરૂઆત કેબિનેટ મંત્રી અને પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના વરદ હસ્તે કરવામાં આવ્યુ હતું. આ માટે લોકોએ મહાપાલિકાનાં વોટ્સએપ નંબર +91-9512301973 ને પોતાના મોબાઈલ પર સેવ કરીને તેનાં પર ઇંશ મેસેજ કરવાથી ચેટબોટ એક્ટીવેટ થશે. જેમાં લોકો ઊક્ષલહશતવ/ ગુજરાતી એમ ભાષા સિલેક્ટ કરી શકશે.
“છખઈ જ્ઞક્ષ ઠવફતિંઆા” નો ઉપયોગ વડે લોકો મહાનગરપાલિકાની વિવિધ સેવાઓ મિલ્કત વેરો, પાણી-દર, વ્યવસાય વેરો ઊઈ તેમજ છઈ, જુદી જુદી સ્પોર્ટ્સ યુટિલીટી, મહાનગરપાલિકાની સેવાઓને લગત ફરિયાદો, વિવિધ પ્રકારની સેવાઓ મેળવવા માટે જરૂરી ફોર્મ , મહાનગરપાલિકાનાં વિવિધ ટેન્ડરો, મહાનગરપાલિકામાં ભરતી અંગેની જાહેરાતો, મહાનગરપાલિકાની વિવિધ ઝોનલ ઓફિસો/વોર્ડ ઓફિસો, આરોગ્ય કેન્દ્રોનાં એડ્રેસ જીઓ લોકેશન સાથે, મહાનગરપાલિકાની જુદી જુદી ઝ ઙ જભવયળય ની યાદી, મહાનગરપાલિકાનાં તમામ અગત્યના ફોન નંબર વિગેરેની વિગતો ઉપરોકત વોટ્સએપ ચેટ બોટ પરથી ખૂબ જ સરળતાથી મેળવી શકાશે. આ સેવાનો ઉપયોગ કરીને લોકો પોતાનાં પાછલાં વર્ષોમાં ભરેલ વેરાની રસીદો/બીલો, બાકી વેરાની રકમ વોટ્સએપ દ્વારા જાણી શકશે/ ડાઉનલોડ કરી શકશે.
મહાનગરપાલિકા લોકોને તેમનાં વેરા બીલો ઙઉઋ મારફતે વોટ્સએપ પર મોકલી આપશે તેમજ તેનું લોકો વોટ્સએપ પર થી જ સીધુ પેમેન્ટ કરી શકાશે અને પેમેન્ટ કર્યા બાદ તુરંત લોકોને પેમેન્ટ ની રસીદ પણ સીધી વોટ્સએપ પર મોકલવામાં આવશે. જેથી લોકો ને જે રીતે તેઓ મહાનગરપાલિકાની કચેરી જે રૂબરૂ જઈ વેરાનું પેમેંટ કરવાથી મળતી રસીદ જેવો જ અનુભવ થશે. ઉપરોક્ત તમામ પ્રક્રિયા અિશિંરશભશફહ ઈંક્ષયિંહહશલયક્ષભય નો ઉપયોગ કરી વોટ્સએપ ચેટ બોટ દ્વારા કરવામાં આવશે.”છખઈ જ્ઞક્ષ ઠવફતિંઆા” પ્રોજેક્ટની જાહેરાત સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ દ્વારા બજેટમાં કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ મહાનગરપાલિકાના કોમ્યુટર વિભાગની ટીમ દ્વારા ઈન હાઉસ ડેવલપ કરવામાં આવેલ છે.
“છખઈ જ્ઞક્ષ ઠવફતિંઆા” સેવાનાં ઉપયોગ વડે મહાનગરપાલિકાની જુદી જુદી સેવાઓ માટે લોકોએ મહાનગરપાલિકાની ઓફિસે આવવાની જરૂરીયાત ઘટી જશે તેમજ લોકો પોતાના મોબાઈલમાં વોટ્સએપ દ્વારા મહાનગરપાલિકાની સુવિધાઓ સરળતાથી મેળવી શકશે.આ પ્રસંગે કેબીનેટ મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ 175 સેવાઓ આર.એમ.સી. ઓન વોટસએપમાં આવરી લેવામાં આવી છે. તે બાબત ખૂબ જ પ્રસંશનિય છે. સમગ્ર રાજ્યમાં પ્રથમ વખત આવી નવી પહેલ કરનાર મહાપાલિકાને સરકાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તેમજ રાજકોટની જનતાને તેમના આંગળીનાં ટેરવે મોબાઇલમાં ઉપલબ્ધ બનેલી આ સેવાનો મહતમ લાભ મેળવવા અનુરોધ કરૂં છું.
આ સેવામાં મહાનગરપાલિકાની ચુંટાયેલી પાંખ તથા વહિવટી પાંખનાં તમામ પદાધિકારીઓ/અધિકારીઓ/ કોર્પોરેટરોનાં ફોન નંબર સાથેની વિગતો ઉપલબ્ધ છે.મંત્રીએ આ સેવામાં વખતો-વખત માહિતી તેમજ આનુસાંગીક સેવાઓનો આવશ્યક ઉમેરો તેમજ જરૂરીયાત મુજબનાં સુધારા-વધારા કરતા રહેવા રાજકોટ મહાનગરપાલિકાને સુચન કરેલ હતું. તેમજ મંત્રીએ આ વોટ્સએપ સેવાનું પ્રેઝન્ટેશન નિહાળી ખુશી વ્યકત કરેલ હતી. અને જરૂરી સુચનો કરેલ હતાં.મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા, શાસકપક્ષ નેતા વિનુભાઇ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ શહેર ભા.જ.પ. મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, વિવિધ કમિટીનાં ચેરમેનઓ, કોર્પોરેટરઓ, અધિકારીગણ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.