મુખ્યમંત્રી વિજયભઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળનારી આજની કેબીનેટમાં લસણ-ડુંગળીના ભાવ, પીએમની મુલાકાત અને સીચાઈ વ્યવસ્થા પર થશે ચર્ચા
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે ગાંધીનગર ખાતે કેબીનેટ બેઠક યોજાનાર છે. જેમાં ૧૭ થી વધુ તાલુકાઓને અછત અને અર્ધઅછત ગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી શકયતા છે. આ ઉપરાંત કેબીનેટમા લસણ ડુંગળીના ભાવ, પીએમની મુલાકાત અને સિંચાઈ વ્યવસ્થા પર પણ ચર્ચા કરવામાં આવશે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે ગાંધીનગરમાં કેબીનેટ બેઠક મળનાર છે. આ બેઠકમાં પાણી માટેના એકશન પ્લાનની સમીક્ષા કરવામાં આવશે. વરસાદ પાછો ખેંચાતા અનેક વિસ્તારોમાં પાણીની તંગી વર્તાઈ રહી છે. ત્યારે ૧૭ થી વધુ તાલુકાઓને અછત અને અર્ધ અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી શકયતા સેવાઈ રહી છે. આ ઉપરાંત બેઠકમાં કેબીનેટ મંત્રીઓ સાથે લસણ-ડુંગળીના ભાવ અને સિંચાઈ વ્યવસ્થ મુદે પણ ચર્ચા કરવામાં આવનાર છે.
વડાપ્રધાન મોદી આગામી ૩૦મી સપ્ટેમ્બરે રાજકોટ અને ૨ ઓકટોબરના રોજ પોરબંદરની મુલાકાતે પધારી રહ્યા છે. ત્યારે વડાપ્રધાનની ગુજરાતની આ મુલાકાતને લઈને પણ કેબીનેટમાં ચર્ચા કરવામાં આવશે.