તપના અનુરાગી તમે પુરા સદભાગીના નાદ ગુંજયા
વિવિધ સ્થળોએ તપસ્વીઓનાં પારણા: જૈનોની આયંબિલ ઓળીની પૂર્ણાહુતિ
વિવિધ ઉપાશ્રયોમાં સળંગ નવ દિવસ 1600 થી વધારે આરાધકોએ આયંબિલ તપની આરાધના કરી….ગુરુવારે વિવિધ સ્થળોએ તપસ્વીઓના પારણા યોજાયા…સમસ્ત રાજકોટ સ્થાનકવાસી જૈન સમાજના વિવિધ ઉપાશ્રયોમાં બીરાજમાન ઉપકારી પૂ.સાધુ – સાધ્વીજીઓએ ચૈત્ર માસની આયંબિલ ઓળીના સતત નવ દિવસ સુધી પંચ પરમેષ્ઠી તથા જ્ઞાન, દર્શન,ચારિત્ર અને તપ એમ નવ પદ ઉપર સુંદર મજાનું મનનીય અને પ્રેરક પ્રવચન ફરમાવ્યું હતુ.ધર્મ નગરી રાજકોટ શહેરના વિવિધ ઉપાશ્રય – આયંબિલ ભવનોમાં સળંગ નવ – નવ દિવસ સુધી સોળસોથી વધારે આરાધકોએ આયંબિલ તપની આરાધના કરી કર્મથી હળવા ફૂલ બની જિન શાસનની આન – બાન અને શાન વધારેલ હતુ.
તેમજ તપના અનુરાગી…તમે પુરા સદભાગી ના નાદ ગૂંજયા. નવ દિવસ અખંડ ઓળીમાં નાલંદા તીર્થધામમાં 241, નેમિનાથ – વીતરાગ સંઘ 151, મહાવીર નગર સંઘ 135, રોયલ પાર્ક મોટા સંઘ 105, વખારીઆ ઉપાશ્રય 105 શાલીભદ્ર સરદાર નગર સંઘ 87, અજરામર સંઘ 72, સદર સંઘ 53, શ્રમજીવી સંઘ 51, મોટા સંઘ ( વિરાણી પૌષધશાળા) 45, સંઘાણી સંઘ (પ્રહલાદ પ્લોટ) 43વિમલનાથ સંઘ 42, નવકાર મંડળ 38, ઋષભદેવ સંઘ 36, શાંતિનાથ પૌષધશાળા 35, શીતલનાથ સંઘ ( મિલપરા ) 32, ગીત ગૂર્જરી સંઘ 32, જૈન ચાલ સંઘ 30, મનહર પ્લોટ સંઘ 27, પાશ્ર્વેનાથ સંઘ 25, ઋષભાનન સંઘ ( નાગેશ્વર) 24, ગોંડલ રોડ વેસ્ટ સંઘ 24, વૈશાલી નગર સંઘ 23, શેઠ ઉપાશ્રય 21, ભક્તિ નગર સંઘ 20, જંકશન પ્લોટ સંઘ 14, રેસકોર્સ પાર્ક સંઘ 10, આ ઉપરાંત સમર્થ શ્રદ્ધા, જિનવાણી,રાજગીરી,સરિતા વિહાર સહિત અનેક ધર્મ સ્થાનકોમાં તપસ્વીઓએ આયંબિલ તપની સુંદર મજાની આરાધના કરેલ હતી તેમ મનોજ ડેલીવાળાની યાદિમાં જણાવાયું છે.
આ વર્ષે કુલ 87 આયંબીલની ઓળી થઈ : હરેશભાઇ વોરા
અબતક સાથેની વાતચીતમાં શાલીભદ્ર સરદારનગર સ્થા.જૈન સંઘ તથા સ્થા.જૈન મોટા સંઘના પ્રમુખ હરેશભાઈ વોરા જણાવે છે કે, આજરોજ સ્થા.જૈન સમાજની આયંબીલની ઓળી ના પારણા છે.આયંબીલ ઓળી પૂર્ણ થતા બીજા દિવસે તેમના પારણા હોય છે.એ જ રીતે અમારા સરદાર નગર સ્થા. જૈન સંઘમાં પણ પારણાનું આયોજન કરવામાં આવ્યું છે.અમારે ત્યાં કુલ આ વર્ષે 87 આયંબીલની ઓળી થઈ છે તથા દર વર્ષ કરતા આ વર્ષે વધારે ઓળી થઈ છે.