સી ૬૦ કમાન્ડોએ કર્યુ પોલીસ ફોર્સનું સૌથી મોટું ઓપરેશન
મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં પોલીસ અને અન્ય સરકારી અધિકારીઓને નકસલો દ્વારા હત્યાનો ખતરો સતત રહેતો હોય છે ત્યારે ગઢચિરોલીના પોલીસે આજે નકસલવાદીઓ સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી હતી. પોલીસ સાથેની અથડામણમાં ૧૬ નકસલવાદી ઠાક થયા હતા. પોલીસના કોમ્બિગ ઓપરેશન નકસલવાદીના વિભાગીય સદસ્ય સાઇનાથ અને સિનુ પણ મોત નિપજયું હતું. પોલીસ જંગલ વિસ્તારમાં નકસલવાદીઓની શોધખોળની કાર્યવાહી કરી રહી છે. ગઢચિરોલીના પીએસઆઇ દિવટેએ જણાવ્યું હતું કે ભાચરાગઢ તાલુકામાં તાડગાવ જંગલ વિસ્તારમાં પોલીસના કમાન્ડો અને સીઆરપીએફના જવાનોએ આજે સવારે ૭ વાગ્યે નકસલવાદીઓને પકડવા ઝુંબેશ ઉપાડી છે. ત્યારે નકસલવાદીઓએ પોલીસ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. તે સમયે પોલીસે પણ વળતો જવાબ આપ્યો હતો. પોલીસ અને નકસલવાદીઓ વચ્ચેની સતત ચાર કલાકની અથડામણ બાદ ગોળીબાર બંધ થયા હતા પોલીસના કોમ્બિંગ ઓપરેશનમાં ૧૬ નકસલવાદીઓમાં સિનૂ અને સઇનાથનો પણ સમાવેશ થાય છે.
૪૩ વષી સિનૂનુ મુળ નામ વિજેન્દ્ર હતું તે ૨૦૦૩ માં ગઢચિરોલી આવ્યો હતો તેને અનેક જવાબદારીઓ સોંપવામાં આવી હતી. સિનુ સહીત તેની પત્નિ પણ નકસલવાદી હતી. જયારે પરીમીલી દલમ કમાન્ડર સાઇનાથને વિભાગીય કમીટીનો સદસ્ય બનાવવામાં આવ્યો હતો. જે ગઢચિરોલીમાં નકસલવાદીઓની મોટાભાગના હુમલાનો સુત્રધાર હતો. ગઢચિરોલીમાં હુમલાનો ખતરો સતત રહેતા હોવાથી મહારાષ્ટ્રના પોલીસ એસ.પી. કે.પી. રધુવંશીએ ૧૯૯૨ માં કમાન્ડો ફોર્સનો વિચાર કર્યો હતો આ કમાન્ડો જંગલોમાં છુપાઇને હુમલો કરનાર નકસલો સામે લડવામાં માહિર હોય છે. જેમને નકસલોની જેમ ગેરીલા પઘ્ધતિથી જ યુઘ્ધની તાલીમ આપવામાં આવે છે. હૈદરાબાદમાં ગ્રેહાઉન્ડ બિહારમાં હજારીગાગ અને નાગપુરમાં આ પ્રકારની તાલીમ આપતી સંસ્થાઓ પણ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com