30 હજારથી વધુ લોકો હજુ લાપતા, ડેમ તૂટતા તબાહી સર્જાઈ
લીબિયામાં આવેલા વિનાશક વાવાઝોડા અને અચાનક આવેલા પૂરને કારણે મોટા પ્રમાણમાં ખાના ખરાબી થઈ છે. લીબિયાના પૂર્વી શહેર ડર્ના આ પૂરથી સૌથી વધુ પ્રભાવિત થયું છે. એકલા ડર્નામાં જ અત્યાર સુધીમાં 5300 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે લગભગ 10 હજાર લોકો લાપતા છે. ડર્ના શહેરનો લગભગ એક ચર્તૃથાંશ વિસ્તાર સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ વાવાઝોડા બાદ ડર્ના શહેરના ઉપલા વિસ્તારમાં આવેલો ડેમ તૂટવાને કારણે વિનાશકારી પૂર આવ્યું હતું.
મોતનો આંકડો 10 હજારને પાર જઈ શકે છે. આપદા મામલાના મંત્રી હિચેમ ચિકીઓતે કહ્યું કે- તેઓ ડર્નાના વિનાશકારી પૂરને જોઈને પરત ફર્યા છે. ચારે બાજુ મૃતદેહો જ જોવા મળે છે. સમુદ્રમાં, વેલીઓમાં, ઈમારતોની નીચે દરેક જગ્યા શબ પડેલા છે. તેમના જણાવ્યા મુજબ શહેરનો લગભગ 25 ટકા વિસ્તાર ગાયબ થઈ ગયો છે. અનેક ઈમારતો ધરાસાયી થઈ છે. હોસ્પિટલમાં મૃતદેહ રાખવાની જગ્યા નથી. મૃત્યુઆંક હજુ વધી શકે છે કેમકે લાપતા લોકોની સંખ્યા સતત વધી રહી છે.
લીબિયા રાજનૈતિક રીતે પૂર્વ અને પશ્ચિમમાં વહેંચાયેલું છે. અહીં 2011માં નાટો સમર્થિત વિદ્રોહ પછીથી સાર્વજનિક સેવાઓ ધ્વસ્ત થઈ ગઈ છે. જેના કારણે અહીં સંઘર્ષની સ્થિતિ જોવા મળે છે. તો પશ્ચિમી સરકારને ઈન્ટરનેશનલ લેવલે માન્યતા મળેલી છે. પરંતુ ત્રિપોલીની આ સરકાર પૂર્વ વિસ્તારને નિયંત્રિત નથી કરતી.પહેલાથી જ પૂર પ્રભાવિત વિસ્તારોમાં બે ડેમ તૂટવાથી પાણીનો પૂર આવ્યું, જેમાં હજારો લોકો વહી ગયા. તેમાંથી મોટાભાગના લોકો હજુ પણ ગુમ છે. કહેવામાં આવી રહ્યું છે કે ડેરના શહેરનો ચોથો ભાગ બરબાદ થઈ ગયો છે. ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ રેડ ક્રોસ એન્ડ ટેડ ક્રેસન્ટ સોસાયટીઝના લિબિયાના દૂત તામેર રમઝાને જણાવ્યું છે કે હોસ્પિટલો મૃતદેહોથી ભરાઈ ગઈ છે, તો 30 હજાર લોકો હજુ ગુમ છે.