મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ૪ વર્ષ પૂર્ણ તા અભિનંદન પાઠવતા રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા ગૌ હત્યા વિરોધી કાયદો કડક કરી હત્યારાને આજીવન કારાવાસની સજા, ચેક પોસ્ટ નાબુદી, વાહનના લાયસન્સ માટે આર.ટી.ઓ.માં ધક્કા બંધ, દારૂબંધીનો કાયદો વધુ કડક, બિનખેતીની મંજૂરી એક અઠવાડિયામાં, વનબંધુ ડાંગ જિલ્લામાં વનવાસી ખેડૂતો માટે ૨૪ ચેકડેમ, પંચમહાલ આદિજાતિ વિસ્તારોના ગામોને સિંચાઇ માટે ૨૫૦ કરોડની યોજના, એમ.એસ.એમ.ઈ.ની સપના અને સંચાલન માટે મંજૂરી માંથી ૦૩ વર્ષ માટે મુક્તિ, રૂ.૭૫૦ કરોડના ખર્ચે એસ.વી.પી. કોરોના હોસ્પિટલ, ખેડૂતોને ૦૮ કલાક વીજળી તથા ટેકાના ભાવે ખેત પેદાશની ખરીદી, બીનઅનામત જાતિઓને અન્યાય નિવારવા માટે આયોગની રચના તથા તેઓને મકાન સહાયમાં ૭૦%નો વધારો, ભ્રષ્ટાચારને નાવા કાયદામાં વ્યાપક ફેરફારો, ગંગા સ્વરૂપા યોજનાની આર્થિક સહાયની રકમ સિધ્ધી લાર્ભાથીના ખાતામાં જમા, ગુજરાતની જીવાદોરી સામાન નર્મદાડેમને તેની મહત્તમ ઊંચાઈ સુધી પહોંચાડી, વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનીટીનું નિર્માણ, સુઝલામ સુફલામ જળ સંગ્રહ અભિયાન થકી પાણીનો સંગ્રહ કરાયો, યુવાનોને ઉચ્ચ અભ્યાસ માટે સ્વાવલંબી યોજના, યોવાનોને રોજગારી મળી રહે તે માટેના નિર્ણયો આવા અનેક તમામ સમાજને સ્પર્શતા નિર્ણયો કરવામાં આવેલ છે.
વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે તેમાં પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાતદિવસ જોયા વગર કોરોના મહામારીને મહાત કરવા સતત કાર્ય કરી રહેલ છે. મહામારીના કારણે ધંધા રોજગારને પુન: આગળ ધપાવવા કરોડો રૂપિયાના પેકેજ જાહેર કરવામાં આવેલ છે. આ ઉપરાંત આત્મનિર્ભર ગુજરાત પેકેજ પણ આપી નાનાવર્ગના દુકાનદારો શ્રમિકોને આશીર્વાદરૂપ પુરવાર થયેલ છે.
દેશના પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌની યોજનાનું આયોજન કરેલ આ આયોજનને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આગળ વધારી સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમોને નર્મદા સાથે જોડવામાં આવેલ છે. ખાસ કરીને રાજકોટ શહેરને ભૂતકાળમાં પાણીની સમસ્યા ખુબ જ સતાવતી હતી પરંતુ મુખ્યમંત્રીએ શહેરને પીવાનું પાણી પુરૂ પડતા આજી, ન્યારી અને ભાદર ડેમને સૌની યોજના સાથે જોડી શહેરની પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવી દીધેલ છે. આ ઉપરાંત રાજકોટ શહેરને ઈન્ટરનેટનેશનલ એરપોર્ટ, એઈમ્સ, બસ પોર્ટ, આઈ-વે પ્રોજેક્ટ જેવા અનેક પ્રોજેક્ટો આપવામાં આવેલ છે. તેમજ શહેરના વિકાસમાં રાજ્ય સરકારની સતત મદદ મળતી રહી છે.
મુખ્યમંત્રીના સપત ગ્રહણની સોજ ૦૪ સ્તંભ એટલે કે પ્રગતિશીલ, સંવેદનશીલ, ઝડપી નિર્ણય અને પારદર્શક વહીવટના સંકલ્પ સાથે સરકાર પુરવાર થયેલ છે. ફરીને મુખ્યમંત્રીની નિર્ણાયક સરકારને હૃદયપૂર્વક શુભેચ્છા મેયર બિનાબેન આચાર્ય, ડે. મેયર અશ્વિનભાઇ મોલીયા, સ્ટેનીંગ કમિટિ ચેરમેન ઉદયભાઇ કાનગડ, શાસકપક્ષના નેતા દલસુખભાઇ જાગાણીએ પાઠવી હતી.
મુખ્યમંત્રી રૂપાણીના નિર્ણાયક નેતૃત્વના ચાર વર્ષ પૂર્ણ થતા શુભેચ્છા વર્ષા
રાજયની ભાજપ સરકારના સફળ સુશાસનની સિદ્ધિઓ બદલ કમલેશ મીરાણી, ધનસુખ ભંડેરી, નિતીન ભારદ્વાજ સહિતનાએ શુભેચ્છા પાઠવી
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, નિતીન ભારદ્વાજ, ઘનસુખભંડેરી કોઠારી અને કિશોર રાઠોડે રાજયની નિર્ણાયક સરકારના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલના નેતૃત્વમાં ચાર વર્ષ પૂર્ણ થવાના અવસરે ખુબ ખુબ શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતુ કે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં રાજયની ભાજપ સરકારે રાજયને સુશાસન આપીને છેલ્લા ચાર વર્ષોમાં અનેક સિધ્ધીઓ સર કરી છે ત્યારે વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં ૧૪૬૦ દિવસમાં ૧૫૦૦થી વધુ જનહિતના નિર્ણય લેવાયા છે જેમાં ગુજરાતની જીવાદોરી સમાજ નર્મદા ડેમને તેની મહમત ઉંચાઇ સુધી પહોંચાડાયો અને પાણીથી સંપુર્ણ ભરાયો તેમજ જ્ઞાતિ-જાતિના વિગ્રહો કરાવનાર પરિબળોને ડામીને ગુજરાતમાં ચાર વર્ષથી સામાજિક સૌહાર્દ, બધા સમાજને પ્રગતિમાં પૂરતો ન્યાય, કોઇની ઉપેક્ષા નહી અને સૌ સમાજનો સહિયારો વિકાસ ‘સબ સમાજકો લીયે સાથ મે આગે હી બઢતે જાના હે’ની ન્યાયપુર્ણનીતી અપનાવાઇ છે.
ગુજરાત મ્યુનીસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી અને પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજે રાજયની નિર્ણાયક સરકારના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલના નેતૃત્વમાં ચાર વર્ષ પુર્ણ થવાના અવસરે ખુબ ખુબ શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી રાજયની ભાજપ સરકારના સફળ સુશાસનના ચાર વર્ષની સિધ્ધીઓ, જનહિત કાર્યોમાં સૌનો સાથ, સૌનો વિકાસની સાથોસાથ સૌનો વિશ્ર્વાસ મૂતિમંત થયો છે ત્યારે વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી રાજયની ભાજપ સરકારના છેલ્લા ચાર વર્ષથી સિધ્ધીઓ જેમ કે સુજલામ સુફલામ જળસંગ્રહ અભિયાન થકી જનભાગીદારી દ્વારા ૪૨,૦૦૦ લાખ ઘનફૂટ વધારાના પાણીનો સંગ્રહ કરાયો. છેલ્લા ચાર વર્ષમાં ૧ લાખ યુવાનોને સરકારી નોકરી મળી અને ૪૦૦૦ ભરતીમેળા દ્વારા ૧૦ લાખથી વધુ યુવાનોને નોકરી આપવામાં આવી છે.