શાળા-કોલેજોમાં રજા જાહેર કરાતા નિર્ણય લેવાયો મુસાફરોની સંખ્યા ઘટતા દૈનિક આવકમાં પણ ફટકો
સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને લઈ શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. જેને લઈ રાજકોટ એસ.ટી. ડિવીઝન દ્વારા ૧૫૦થી પણ વધુ વિદ્યાર્થી ટ્રીપ રદ કરાઈ છે.
રાજકોટ એસ.ટી. ડિવિઝનના વિભાગીય નિયામકે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે રાજયમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે જીલ્લા કલેકટર દ્વારા શાળા કોલેજમાં શુક.શનિ એમ બે દિવસ રજા જાહેર કરવામા આવી છે. જેના પગલે સૌરાષ્ટ્રભરમાંથી રાજકોટમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓની સંખ્યા નહી થતા ૧૫૦થી વધુ ટ્રીપ રદ કરાઈ છે. જેમાં ગોંડલ, કાલાવડ, જામનગર, પડધરી સહિતના ગામડાની ટ્રીપ રદ કરાઈ છે.
વરસાદને લઈ એમ પણ બસોમાં મુસાફરોની પૂરતી સંખ્યા નહી થતા ઢગલા બંધ ‚ટો રદ કરાવા પડયા છે. જેને લઈ એસ.ટી.ની દૈનિક આવકમાં ૫ થી ૧૦ લાખનો ફટકો પડયો છે. હાલ વરસાદને લઈ ૨૦ ટકા બસો ઓછી દોડાવાઈ છે. તેવું વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ જણાવ્યુંં હતુ.મુશળધાર વરસાદના પગલે અનેક હાઈવે અને રસ્તાઓ બંધ થયા છે. અને મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયા છે. જેથી આર્થિક નુકશાનીને પહોચી વળવા તંત્રે સંખ્યા ઘટાડી છે. બે દિવસની રજા બાદ સોમવારથી ફરી વિદ્યાર્થી ટ્રીપ શ‚ થશે તેવું સુત્ર મુજબ જાણવા મળ્યું છે.