- શિક્ષકોની સજજતા અને જ્ઞાનની વૃઘ્ધી માટે
- ફાઇનલ રાઉન્ડમાં જીતેલી ટીમને ‘ચાણકય’ પુરસ્કારના ભાગરૂપે રોકડ રકમ ટ્રોફી, અને પ્રમાણપત્ર આપી સન્માનીત કરાયા
રાજકોટના જાણીતા જીનિયસ ગ્રુપ દ્વારા શિક્ષકોની સજજતા અને જ્ઞાનની વૃધ્ધી માટે 17મી પાંચ દિવસીય “જય – જીનિયસ – આર.આઈ.એસ. ઇન્ટલેકટ મીટ 24 આયોજન કરવામાં આવ્યુ હતુ. આ ઈવેન્ટમાં જીનિયસ સ્કૂલ, જય ઈન્ટરનેશનલ સ્કૂલ અને રાજકોટ ઈન્ટરનેશનલ સ્કૂલના ટીચિગ, એડમિન, સ્પોર્ટસ સ્ટાફ અને સ્પોટસ સ્ટાફના 126 થી વધુ સભ્યોએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમની શરુઆત માતા સરસ્વતીની પૂજા અર્ચના દ્વારા કરવામાં આવી હતી. ર્ક્વાટર ફાઈનલ- સેમિ ફાઈનલ અને ફાઈનલ એમ ત્રણ વિભાગોમાં પ્રથમ બે દિવસનો ક્વાટર ફાઈનલનો રાઉન્ડ રાજકોટ ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતેના આ રાઉન્ડમાં ટીમના સભ્યોએ બૌધ્ધિક પડકારોનો સામનો કરીને પોતાની બુધ્ધીમત્તાનો પરિચય આપ્યો હતો. સ્પર્ધામાં સેમિફાઈનલ રાઉન્ડ ગાડી વિદ્યાપીઠ કેે્મ્પસ ખાતે યોજવામાં આવેલો હતો. જેમાં દરેક ટીમના સભ્યોએ સાંપ્રત સમયના પ્રશ્નો, તકનીકી, હેલ્થ, શિક્ષણ, સામાજીક દુષણો જેવા વિવિધ વિષયો ઉપર સાશોંધનો કરી નિર્ણાયકો સમક્ષ પ્રેઝન્ટેશન રજુ કયુું હતું. આ સેમિફાઈનલ રાઉન્ડ પાર કરીને ગ્રુપ એ, ગ્રુપ બી અને ગ્રુપ સી માંથી ત્રણ ટીમો ફાઈનલ રાઉન્ડમાં પહોંચી જીનિયસ સ્કૂલમાં આવેલ વિશાળ ઓડિટોરીયમ ખાતે વધુ પડકારજનક કક્ષાની પરીક્ષાનો સામનો કરીને જીત હાંસલ કરી હતી. ફાઈનલ રાઉન્ડમાં જીતેલી ટીમને ’ચાણક્ય‘ પુરસ્કારના ભાગરુપે 7000/- રોકડ રકમ, ટ્રોફી અને પ્રમાણપત્ર તેમજ રનર અપ ટીમોને પણ પ્રમાણપત્રો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધકોએ આપેલ સંશોંધનો અને પ્રેઝન્ટેશનને ચકાસવા વેદાંત એજ્યુકેશનના ફાઉન્ડર ડો. અર્જુન દવે, ગાડી વિદ્યાપીઠના લનિંગ એન્ડ ડેવલોપમેન્ટ ડિપાર્ટમેન્ટના હેડ બ્રિજમોહન યાજ્ઞિક, આર. કે. યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર કિરણ શાહ તેમજ જામનગરની નંદવિંદ્યા નિકેતન સ્કૂલના પ્રિન્સિપાલ રાધેશ્યામ પંડ્યા ને આમંત્રિત કરવામાં આવ્યા હતા.
આ પાંચ દિવસીય ઈન્ટલેક્ટ મીટના સફળ આયોજન બિલ સંસ્થાના ચેરમેન ડી. વી. મહેતા અને સીઇઓ ડીમ્પલબેન મહેતા એ જીનિયસ સ્કૂલ, જય ઈન્ટરનેશનલ સ્કૂલ અને રાજકોટ ઈન્ટરનેશનલ સ્કૂલના હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા તેમજ તમામ નિર્ણાયકોને તેમનો કિમતી સમય ફાળવી ઈન્ટલેક્ટ મીટમાં હાજર રહીને શિક્ષકોને પ્રોત્સાહિત કરવા બદલ મોમેન્ટો આપીને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.