અનેક એનઆરઆઈ શિબિરાર્થીઓએ શ્રાવક દીક્ષા અંગીકાર કરી

રાષ્ટ્રસંત પૂ. ગુરુદેવ નમ્રમુનિ મ. સા.ના સાંનિધ્યે ૧૨૦ી વધારે એનઆરઆઈએસ એ એનઆરઆઈ શિબિરમાં લાભ લીધો હતો. ભાવિકો પોતાની સ્પિરિચ્ચુઆલિટી વધારવા,પોતાની સેલ્ફને સમજીને તેને ઈમ્પ્રુવ કરવા, નેગેટીવ સિચુએશન્સની વચ્ચે પોઝીટીવ રહેવા,પોતાની સાથે કનેક્શન કરવાના લક્ષ્ય સાથે શિબિરમાં જોડાયા હતા.

વહેલી સવારે વિચાર અને વૃત્તિઓને શૂન્ય કરવા માટેની ધ્યાન સાધના, જીવનને સુધારીને પોઝીટીવ બનાવતાં રાષ્ટ્રસંત પૂ.ના પ્રવચનો, મંત્ર સાધના, પ્રેક્ટિકલ પ્રયોગો, આગમના રહસ્યોને સમજાવતી આગમ વાંચના,નવદીક્ષિત પૂ. મહાસતીજીઓ દ્વારા અપાતી સમજ, એક્ટિવીટી સેશન્સ અને દિવસના અંતે પરમાત્મા સોનું જોડાણ કરાવતી ભક્તિ, આવા અનેકવિધ સેશન્સ દ્વારા પરમાત્માની વાણીને આત્મસાત કરવાનો, પરમાત્માની નજીક જવાનો સંતોષ શિબિર્રાીઓએ પ્રાપ્ત કર્યો હતો.

રાષ્ટ્રસંતની પ્રેરણાી અનેક શિબિરાર્થીઓએ રોજની જેટલી વાનગી બની હોય, તેમાંથી સહુી ભાવતી એક વસ્તુને છોડવાનો સંકલ્પ કર્યો હતો. જે સહાય કરે છે તે શ્રેષ્ઠ હોય છે, પરિગ્રહ ત્યારે જ છુટે જ્યારે તે પરિગ્રહ માટેની આસક્તિ છૂટે છે,મની પણ આક્ષેપ કરવાથી સ્વયં આક્ષેપનો ભોગ બનવું પડે છે, રીલીઝન અને રિસ્પોન્સીબીલીટીમાં કેવી રીતે પ્રાયોરિટી આપવી, પરમાત્માી દૂર કરનાર પદાર્થની શોપિંગ કરતી વખતે પણ પરમાત્માની માફી માંગવી, આવા અનેક અનેક વિષયો પર રાષ્ટ્રસંત પૂ. દ્વારા હૃદયની આરપાર ઉતરી જાય તેવી સમજ આપવામાં આવી હતી.

સિંગાપોરી શિબિરમાં આવેલ શિબિરાર્થી પન્નાબેન ટીંબડીયાએ આ શિબિરમાં આવ્યા બાદ પોતાને શ્રમણોપાસક બનવું છે તેમ જણાવીને કહ્યું હતું કે, દુબઈના અમીબેન શાહે કહ્યું કે, આ શિબર એ માત્ર મારા જીવનનું પરિવર્તન નથી કર્યું પરંતુ મારા સંસ્કારોનું પરિવર્તન કર્યું છે.

૨૩ વર્ષથી દુબઈની ફેસીલીટી અને કમ્ફર્ટમા રહેનારા જતીન શાહે આ શિબિરને લાઈફ ચેજીંગ ઈવેન્ટ ગણાવીને કહ્યું કે ૨૩ વર્ષથી હું એ.સી. વગર રહ્યો નથી. પહેલે દિવસે તો ઉપાશ્રયમાં પૂ. ગુરુદેવના સાંનિધ્યમાં એ.સી. યાદ ન આવ્યું

આ સાથે જ એનઆરઆઈ બાળકો માટે ડ્રામા, ગેમ્સ, ઈવેન્ટસ પરફોર્મન્સી નવ દીક્ષિત મહાસતીજીઓ એ બાળકોને ઇંગ્લીશમા સમજ આપી હતી.અને શિબિરનાં છેલ્લાં દિવસે બાળકોએ સંત સતીજીનો વેશ ધારણ કરીને વીરના વારસદાર બનવાની અનુભૂતિ કરીને જીવનમાં ક્યારેય ખોટું કાર્યન કરવાનો નિયમ ધારણ કર્યો હતો.

રાષ્ટ્રસંત પૂ.ગુરૂદેવની પ્રેરણાથી અનેક એનઆરઆઈ શિબિરાર્થીઓ પોતાના જીવનની કરેલી ભૂલોની રડતા રડતા આલોચના કરી, શ્રાવકવ્રત અંગીકાર કરી ધન્ય બન્યા હતા. આવતા વર્ષે જલ્દી એનઆરઆઈ શિબિર આયોજિત કરવાની અપીલ સો શિબીર્રાીઓએ અહોભાવપૂર્વક અશ્રુ ભરી આંખો સાથે વિદાય લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.