શહેરના જુદાજુદા વિસ્તારોમાં પશુઓમાં લક્ષણ દેખાતા ત્વરિત લેવાયા પગલા
શહેરમાં વધતા જતા પશુઓમાં રોગોનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. તોતેનીસામે ગાયો ભેંસો વગેરે જેવા પશુઓ અબોલ હોય છે. તેમનીસેવા માટે ગૌ રક્ષકો અને જીવદયાપ્રેમીઓ દ્વારા લમ્પી વાયરસનો સામનોકરવા તંત્ર અને સ્વયંભુ લોકો કામગીરી હાથ ધરીરહ્યા છે. આમ, રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં લમ્પી વાયરસ ના રસીકરણનીપ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
કેવડાવાડી , કોઠારીયા અને રૈયાધાર વિસ્તારમાં પશુઓમાં લંપી વાયરસના લક્ષણો દેખાતા માલધારીઓમાં ભયની લાગણી ફેલાઇ હતી . જેના પગલે જીલ્લા પશુ આરોગ્ય કેન્દ્રમાં માલધારી સમાજના આગેવાનોએ રજુઆત કરતા આજરોજ જીલ્લા આરોગ્ય કેન્દ્ર દ્વારા લંપી વાયરસને રોકવા માટે 120 થી વધુ પશુઓને રસીકરણ કરવામાં આવ્યુ હતી . જેમાં લક્ષ્મીવાડી , કેવડાવાડી અને મીલપરા વિસ્તારનો સમાવેશ થાય છે . જીલ્લા આરોગ્ય કેન્દ્રમાંથી ડો . ઓમકાર ભટ્ટ આ સેવા કાર્યમાં જોડાયા હતા અને તરીકે પશુઓને વિનામુલ્યે વેકશીનેશન કરવામાં આવ્યું હતું . તેઓની સાથે રાજુભાઈ જુંજા , ભીખાભાઇ પડસારીયા , ધનાભાઇ ડાભી , હિરેનભાઇ મેવાડા , વિરલભાઇ ડાભી વિગેરે જોડયા હતા . માલધારીઓને માર્ગદર્શન આપતા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે , આ રોગચાળો મચ્છર અને માખીના ઉપદ્રવના કારણ થતો હોય જે પશુઓને લંપી વાયરસના લક્ષણો દેખાયા છે . તે પશુઓને અન્ય પશુઓથી દુર રાખવા સવાર – સાંજ ગુગળ , કપુર અને લીમડાનો ધુમાડો કરવો . જેથી આ રોગચાળાથી પશુઓને ઉગાળી શકાય છે.