યોગ એ ભારતીય પરંપરા અને જીવનશૈલીનો એક ભાગ : અપૂર્વભાઈ મણીઆર
૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વિદ્યાભારતી સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવાસમાજ ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી વિદ્યામંદિર સંકુલ મારુતિનગર, રણછોડનગર અને નવા થોરાળાનાં આશરે ૧૦૦૦થી વધુ વિદ્યાર્થી, વાલીઓ, ટ્રસ્ટીમંડળ, શૈક્ષણિક સ્ટાફ પરિવારે મળીને દર વર્ષની જેમ આ વર્ષે પણ પોલીસ હેડક્વાટર્સ મેદાન ખાતે સમૂહ યોગાભ્યાસ કર્યો હતો.
વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે યોગનાં વિવિધ આસનો કર્યા બાદ ઉપસ્થિત સૌને સંબોધતા સંસ્થાના ચેરમેન અપૂર્વભાઈ મણીઆરે જણાવ્યું હતું કે, વૈશ્વિક વિરાસત યોગ ભારતીય સંસ્કૃતિની ઉત્તમ દેન છે.
યોગ ભારતીય પરંપરા અને જીવનશૈલીનો એક ભાગ હોય દરેક વ્યક્તિ નિયમિતપણે યોગ કરવા જરૂરી છે. યોગયુક્ત માણસ રોગમુક્ત બની જાય છે.
દરેક વ્યક્તિએ યોગને પોતાની દિનચર્યામાં સ્થાન આપવું જોઈએ. વિશ્વ યોગ દિવસ નિમિત્તે સરસ્વતી વિદ્યામંદિર સંકુલનાં મેનેજિંગ ટ્રસ્ટીશ્રી ડો.બળવંતભાઈ જાનીએ પણ સૌને યોગમાં રહેલા અનેક ફાયદાઓનાં પ્રચાર-પ્રસાર સહ શુભેચ્છા પાઠવી હતી.